હવે નહીં મળે Xiaomi નો આ પોપ્યુલર સ્માર્ટફોન, વેબસાઇટથી પણ હટાવી લેવાયો

By : krupamehta 11:44 AM, 07 December 2018 | Updated : 11:44 AM, 07 December 2018
Xiaomi એ પોતાના પોપ્યુલર નોટ સીરિઝનનો સ્માર્ટફોન Redmi Note 5 ને ભારતમાં બંધ કરી દીધઓ છે. જોવા મળ્યું છેકે કંપનીએ આ ફોનને પોતાની સત્તાવાર વેબસાઇટ Mi.Comથી હટાવી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં 0 રિપોર્ટ આવી રહ્યો છે કે ગત સપ્તાહે ફોનને ઓફલાઇન સ્ટોરથી પણ પાછો લઇ લેવામાં આવ્યો છે. 

Xiaomi એ આ વર્ષની શરૂઆતમાં રેડમી નોટ 5 અને નોટ 5 પ્રો ને એક સાથે લોન્ચ કર્યો હતો, જેમાંથી Redmi Note 5 pro તો ખૂબ ચર્ચામાં રહ્યો પરંતુ રેડમી નોટ 5 ખાસ જગ્યા બનાવવામાં અસફળ થઇ ગયો. કંપનીએ તાજેતરમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Redmi Note 6 pro લોન્ચ કર્યો છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફોનને લોન્ચ બાદ રેડમી નોટ 5 પ્રો ને પણ બંધ કરી દેવામાં આવશે. પરંતુ એવું થયું નહીં અને Redmi Note 5 pro હજુ પણ સેલ માટે 12,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. 

ફીચર્સના મામલે Redmi Note 5 ખૂબ જ શાનદાર રહ્યો. Redmi Note 5 માં 5.99 ઇંચની ફુવ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. એની થિકનેસ 8.05mm છે. આ સ્માર્ટફોનમાં 4000mah ની બેટરી આપવામાં આવી છે. નોટ 5 ની 3GB રેમ અને 32GB સ્ટોરેજની કિંમત 9,999 રૂપિયા અને 4GB રેમ અને 64G સ્ટોરેજ વાળા Redmi Note 5 ની કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી હતી. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story