ચીનમાં રવિવારે સાંજે લોન્ચ કરી દીધો છે. Xiaomiના આ નવા હેંડસેટમાં AI ફેસઅનલૉક 4000mAH બેટરી અને 2 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. Redmi 6 Proમાં iPhone X જેવી ડિસ્પ્લે નૉચ આપવામાં આવી છે. કંપનીએ Redmi સીરિઝનો આ પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેમાં નૉચ આવે છે અને દેખાવમાં Redmi 5 Proની જેમ છે. લેટેસ્ટ બેજટ ફોનની સિવાય Xiaomiએ ઇવેન્ટમાં Mi Pad 4 ટેબ્લેટ પણ લોન્ચ કર્યુ હતુ.
Xiaomi Redmi 6 Proની કિંમત અને ઉપલબ્ધતા:
Xiaomi Redmi 6 Proના 3GB RAM તથા 32GB ધરાવતા સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1 199 ચીની યુઆન (લગભગ 12500 રૂપિયા ) છે જ્યારે 4GB RAM તથા 64GB સ્ટેરોજ વેરિયન્ટની કિંમત 1 299 ચીની યુઆન (લગભગ 13600 રૂપિયા ) છે. ફોનનું 26 જૂન મંગળવારના સવારે 10 વાગે વેચાણ શરૂ થશે. પહેલી સેલ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ફોન બ્લેક ગોલ્ડ પિંક અને રેડ કલરના વેરિયન્ટ્સમાં આવશે.
Xiaomi Redmi 6 Proના સ્પેસિફિકેશન્સ:
ફોનમાં 5.84 ઇંચ ફૂલ HD+ (1080x2280 પિક્સલ) ડિસ્પ્લે છે. ફોનમાં ઓક્ટા-કૌર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર છે જે 2GHz પર રન કરે છે. ગ્રાફિક્સ માટે એડ્રોનો 506GPU આપવામાં આવ્યુ છે. ફોનમાં 3GB અને 4GB રેમનો ઑપ્શન મળશે જ્યારે સ્ટોરેજ માટે ફોનમાં 32GB અને 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. Xiaomiનું આ હેંડસેટ MUI 9 પર ચાલશે. Xiaomi Redmi 6 Pro ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે.
Xiaomi Redmi 6 Proમાં અપર્ચર F/2.2 PDAF LED ફ્લેશની સાથે 12 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા છે જ્યારે સેકન્ડરી કેમેરા 5 મેગાપિક્સલ છે. ફોનમાં AI પ્રોર્ટેટ મોડ અને HDR મોડની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. કનેક્ટિવિટી માટે Xiaomi Redmi 6 Proમાં 4G VoLET WIFI 802.11 A/B/G/N બ્લૂટૂથ GPS માઇક્રો USB અને 3.5 mm હેડફોન જેક આપ્યો છે. ફોનમાં ડાઇમેન્શન 149.33x71.68x8.75 મિલીમીટર અને વજન 178 ગ્રામ છે. Xiaomi Redmi 6 Proમાં 4000mAH બેટરી આપવામાં આવી છે. ફોનમાં એક્સીલેરોમીટર એમ્બિયન્ટ લાઇટ સેન્સર ડિજિટલ કંપાસ જાયરોસ્કોપ ઇન્ફારેડ અને પ્રોક્સિમિટરી સેન્સર પણ છે.