Xiaomi Redmiની મોટી ડિસ્પ્લે વાળા સ્માર્ટફોનથી અમેઝોનથી સસ્તામાં ખરીદવાની ઓફર મળી રહી છે. આટલા રૂપિયામાં આ સ્માર્ટફોનને 3GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટમાં ખરીદી શકાય છે. આ ઉપરાંત ભારતમાં આ સ્માર્ટફોનના 2 વેરિએન્ટ બીજા પણ આવે છે. એક 2GB રેમની સાથે અને બીજો 4GB રેમની સાથે. ઓફરની વાત કરીએ તો આ સ્માર્ટફોનની કિંમત 9 999 રૂપિયા છે. અમેઝોન પર એની કિંમત 1000 રૂપિયા ઓઔછી કરવામાં આવી છે.
આ ઉપરાંત આ સ્માર્ટફોનના 3GB રેમ વાળા વેરિએન્ટ 8 001 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આની સાથે જ ICICI બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારે આ સ્માર્ટફોનની કિંમત 898 રૂપિયા થશે.
તો બીજી બાજુ Redmi 5ના 2gb રેમ અને 16gb ઇન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટની કિંમતમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. એને 7 499 રૂપિયામાં ખરીદી શકાય છે. એની સાથે પણ 6 528 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. Redmi 5ના ટોર વેરિએન્ટમાં 4GBની રેમ આપવામાં આવી છે. એની કિંમત પણ ડિસ્કાઉન્ટ બાદ 10 999 રૂપિયા થઇ ગઇ છે. એની સાથે પણ 9 522 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.
Redmi 5 ફીચર્સ
એમાં 5.7 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. એની ડિસ્પ્લે આસપેક્ટ રેશિયો 18:9 છે. ડિસપ્લે પર 2.5D કર્વડ ગ્લાસ આપવામાં આવ્યો છે. રેડમી 5માં સ્નેપડ્રેગનનો ઓક્ટોકર 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે. રેડમી 5 ને પાવર આપવા માટે એમાં 3300mAHની બેટરી આપવામાં આવી છે.