Xioamiએ બુધવારે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Mi A2 લોન્ચ કરી દીધો છે. Xioami Mi A2 ને ગુરુગ્રામમાં આયોજિત એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. નવો ફોન ગત વર્ષે Mi A1નું અપગ્રેટેડ વર્ઝન છે. ભારતમાં આ ફોનને 4GB/64GB સ્ટોરેજ અને 6GB/128GB સ્ટોરેજના વેરિયન્ટને લોન્ચ કરવામાં આવ્યો છે.
Xioami Mi A2ની ભારતમાં કિંમત અને લોન્ચ ઑફર્સ:
ભારતમાં Mi A2ના 4GB/64GB સ્ટોરેજની વેરિયન્ટની કિંમત 16 999 રૂપિયા જ્યારે 6GB/128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમતનો હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નછી. ફોન બ્લેક ગોલ્ડ લેક બ્લૂ અને રોઝ ગોલ્ડ કલર વેરિયન્ટમાં મળશે. Mi A2 ને 9 ઓગ્સ્ટના બપોરે 12 વાગે Amazon India અને Mi.com અને પ્રીફર્ડ પાર્ટનર સ્ટોર્સ પરથી પ્રી ઓર્ડર શરૂ થશે. રિલાયન્સ જિયો ગ્રાહકોને 2200 રૂપિયાના કેશબેક અને 4.5 TB ડેટા મફત મળશે.
Xioami Mi A2ના સ્પેસિફિકેશન્સ:
Mi A2માં 5.99 ઈંચની ફુલ HD+ રિઝોલ્યુશન ડિસ્પલે છે જેમાં 2.5ડી કર્વ્ડ ગ્લાસ છે. ફોનમાં ક્વોલકોમ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. જે 1.8 GHz પર વર્ક કરે છે. ગ્રાફિક્સ માટે તેમાં અડ્રેનો 512 GPU આપેલું છે.
ફોનમાં અપાર્ચર એફ/1.75 સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી અને અપર્ચર એફ/1.75 સાથે 20 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સરવાળો ડ્યૂઅલ રિયર સેટઅપ કેમેરા છે. રિયર કેમેરા ફ્લેશ LED સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો માટે ફોમાં સોફ્ટ LED ફ્લેશ અને સોની IMX376 સેન્સર સાથે 20 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા છે. રિયર તથા ફ્રંટ બંને કેમેરા AI ફિચર્સ સાથે આવે છે.
Mi A2માં એન્ડ્રોઈડ 8.1 ઓરિયો OS છે આ એન્ડ્રોઈડ વન પ્લેટફોર્મ વાળો ફોન છે. સ્માર્ટફોન ડ્યૂઅલ સિમ કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. Xiaomi Mi A2માં રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર ફેસ અનલોક 3.5 mm ઓડિયો જેક તથા USB ટાઈપ-C જેવા કનેક્ટિવિટી ફીચર્સ છે. ફોનમાં 3010mAH બેટરી છે. ઉપરાંત તેમાં ડ્યૂઅલ 4જી VoLTE GPS ગ્લોનાસ બ્લૂટૂથ 5 અને WiFi 802.11 જેવા ફિચર્સ આપેલા છે.