બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / WWE star undertaker retired

વિદાય / WWE સ્ટાર અંડરટેકરે લીધી વિદાય, રિંગ છોડતી વખતે કહેલા છેલ્લા શબ્દો તમને ભાવુક કરી દેશે

Anita Patani

Last Updated: 05:57 PM, 23 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WWE રિંગના ખતરનાક ખેલાડીઓમાં સામેલ ધ અંડરટેકરે પ્રૉફેશનલ રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અંડરટેકરે પોતાની ડૉક્યૂમેન્ટ્રીના છેલ્લા એપિસૉડમાં ચાહકોને જણાવ્યુ કે તેની રિંગમાં વાપસીનો કોઇ જ ઇરાદો નથી. અંડરટેકરની નિવૃત્તિની જાણ થતાં જ ચાહકો નિરાશ થયા છે.

  • WWEના બાદશાહ અંડરટેકરની વિદાય
  • અંડરટેકરે છોડી રિંગ 
  • ડેડમેનના નામે હતો પ્રખ્યાત 

નિવૃત્તિ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર  #થેન્ક યુ ટેકર ટ્રેન્ડ કરવા લાગ્યુ અને ચાહકોએ અંડરટેકરને અલવિદા કહ્યું. ત્રણ દાયકા સુધી 'ડેડમેન'ના નામથી જાણીતા અંડરટેકરે પોતાની સ્ટાઇલ અને રિંગની અંદર ફાઇટિંગથી ખુદને આ રમતનો દિગ્ગજ સાબિત કર્યો હતો.

અંડરટેકરની છેલ્લી ફાઇટ 'રેસલમેનિયા ૩૬'માં હતી. ટેકરે પોતાની ડૉક્યુમેન્ટ્રીમાં કહ્યું, ''એ મેચ મારી કરિરયરની છેલ્લી મેચ હતી.''  'જો WWEના ચેરમેન વિન્સ કહે તો તમે તે પાછા આવશો?' એ સવાલના જવાબમાં અંડરટેકરે કહ્યું, ''એ તો માત્ર સમજ બતાવી શકશે. જો કોઇ ખાસ સ્થિતિ હશે તો હું એ વિશે વિચારી શકુ છું, પણ હાલ મારો કોઈ આવો ઇરાદો નથી.''

અંડરટેકર પ્રથમ વાર વર્ષ ૧૯૯૦માં WWE રિંગમાં આવ્યો હતો. રિંગમાં ઊતર્યા બાદ એ સમયના સ્ટાર હલ્ક હૉગનને માત આપીને સનસનાટી મચાવી દીધી હતી. બાદમાં અંડરટેકરના હાથમાંથી કોઇ બચ્યુ નહોતું. રેસલમેનિયામાં તેનો ૨૫-૨નો શાનદાર રેકર્ડ રહ્યો છે. બે દાયકા સુધી તેનો ૨૧-૦નો રેકોર્ડ કાયમ રહ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Retired undertaker wwe અંડરટેકર ભાવુક Retirement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ