બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 AM, 10 December 2024
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનો ધીરે ધીરે અંદાજો લગાવી શકાય છે. સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 1 મેચ જીતીને ટ્રોફી તરફ પગલું ભરશે. એડિલેડની હારે ટીમ ઈન્ડિયાની મુશ્કેલો વધારી દીધી છે પરંતુ હજુ પણ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવાનો ચાંસ છે. આગામી ત્રણેય મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેટલી જીત જોઈએ અને કેટલી મેચ ડ્રો થયા બાદ ફાઇનલમાં જગ્યા બનાવી શકશે, તેના વિશે જાણીએ..
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમે ઘરે જ રમાયેલી ગત સીરીઝમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મળેલી હારે ઝટકો આપ્યો. ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ભારત માટે જીત મુશ્કેલ રહેશે. પર્થ ટેસ્ટમાં મળેલી શાનદાર જીત બાદ મેજબાન ટીમે જબરદસ્ત વળતો જવાબ આપીને ફેંસની આશાને મોટો ઝટકો આપ્યો છે. જોકે હજુ બગડયું નથી અને ટીમ ઈન્ડિયા ફાઇનલમાં સરળતાથી પહોંચી શકે છે પરંતુ આની માટે ખૂબ મહેનત કરવી પડશે.
ADVERTISEMENT
પાકિસ્તાન કરશે મદદ
ઓસ્ટ્રેલીયાને જાન્યુઆરીમાં 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે શ્રીલંકા પ્રવાસે જવાનું છે. ત્યારે સાઉથ આફ્રીકા ટીમને પોતાના ઘરે જ પાકિસ્તાન વિરુદ્ધ 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. શાન મસૂદની કેપ્ટનશીપ માં પાકિસ્તાન ટીમ પહેલી મેચ 26 ડિસેમ્બરે સેન્ચુરિયન એન બીજી ટેસ્ટ 3 જાન્યુઆરી કેપટાઉનમાં રમવાની છે.
જો ભારતીય ટીમ પોતાના બાકીની ત્રણ મેચોમાં ઓસ્ટ્રેલીયાને હરાવે છે, તો તે ફાઇનલમાં પહોંચી શકે છે. આ સમીકરણ માં જો સાઉથ આફ્રિકા બંને ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવે છે, તો તે ટોપ પર રહેતા WTC ફાઇનલમાં પહોંચશે. જ્યારે ત્રણેય મેચ જીતીને ટીમ ઈન્ડિયા બીજા નંબરે રહીને ફાઇનલ રમશે.
ભારતને કેટલી જીત જોઈએ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતને ઓસ્ટ્રેલીયામાં બાકી ત્રણ મેચમાંથી બે મેચમાં જીત અને એકમાં ડ્રોની જરૂર છે. આ તેમની ટકાવારી 60.53% પર લઈ જશે અને તેઓ દક્ષિણ આફ્રિકા પાછળ ઓછામાં ઓછા બીજા સ્થાને રહેશે. ઓસ્ટ્રેલિયા શ્રીલંકામાં 2-0થી જીતે તો પણ માત્ર 57.02% સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ IND vs AUS / ટ્રેવિસ હેડે મને પહેલા ગાળ આપી હતી, હવે ખોટું..' મોહમ્મદ સિરાજે ચડસાચડસીનું જણાવ્યું સત્ય
જો ભારત સીરિઝ 3-2 થી જીતે છે તો તેમની ટકાવારી 68.77% થશે અને ઓસ્ટ્રેલિયા શ્રીલંકાને 1-0 હરવવા પર પણ તેમની નીચે રહી શકે છે. જો ભારત 2-3 થી હારે છે તો તેમની ટકાવારી 53.51% થશે. એવામાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા બધાને છોડી શકે છે. એવામાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા બધા તેમને પાછળ છોડી શકે છે. આ સ્થિતિમાં ભારતને ક્વોલિફાય કરવા માટે, સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામેની બંને ટેસ્ટ ગુમાવવી પડશે અને આશા છે કે ઓસ્ટ્રેલિયા ઓછામાં ઓછું શ્રીલંકામાં ડ્રો કરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી 20 / ટીમ ઈન્ડીયા માટે બેડ ન્યૂઝ, ટી 20માં પાછો આવ્યો આ ખતરનાક બોલર, બુલેટ સ્પીડથી બોલિંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.