બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: WTC ફાઈનલમાં મેચમાં અચાનક શું થયું કે અધવચ્ચે રોકવી પડી? જુઓ વીડિયો
Last Updated: 08:45 PM, 13 June 2025
ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 11 જૂન 2025 થી શરૂ થઈ ગઈ છે. ફાઇનલ મેચમાં ગયા વર્ષના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો આમને-સામને છે. ટોસ જીત્યા બાદ, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જે લગભગ યોગ્ય સાબિત થયું.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં ફક્ત 212 રન જ બનાવી શક્યું હતું. પરંતુ તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું અને પહેલી ઇનિંગ ફક્ત 138 રન સુધી જ સિમિત રહી. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે લોર્ડ્સના મેદાન પર એક વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું. સ્ટેડિયમમાં બિનઆમંત્રિત મહેમાનો જોવા મળ્યા. લોકોએ કહ્યું કે તેઓ દક્ષિણ આફ્રિકાનું સન્માન બચાવવા આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની અંતિમ મેચ
ઇંગ્લેન્ડના લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે. આમાં બે દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. પહેલા દિવસે જીત મેળવ્યા બાદ, દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. છેલ્લા સત્રના અંત સુધીમાં, ઓસ્ટ્રેલિયાનો દાવ 212 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા પહેલા જ દિવસે બેટિંગ કરવા આવ્યું હતું. બીજા દિવસે, જ્યારે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો બેટિંગ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: કોર્ટ જૂના વાહનો પર પ્રતિબંધ લગાવી શકે, તો જૂના પ્લેન પર કેમ નહીં? લોકોએ પૂછ્યા સવાલ
લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર એક વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું. જમીન પર કબૂતરોનું ટોળું જોવા મળ્યું. જેના કારણે ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સે બોલિંગ કરતી વખતે છેલ્લી ઘડીએ પોતાનો રન-અપ રોકવો પડ્યો. જમીન પર કબૂતરો જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે તેઓ દક્ષિણ આફ્રિકાનું સન્માન બચાવવા માટે મેદાન પર આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.