બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / wtc final 2023 during ind vs aus sourav ganguly praised viral kohli

WTC Final 2023 / કોહલી જેવુ કોઈ નથી...: ગાંગુલીએ વિરાટના પેટ ભરીને કર્યા વખાણ, ચોંકી ગયા ફેન્સ

Arohi

Last Updated: 10:48 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final 2023 IND Vs AUS: WTC Final 2023ના બીજા દિવસના રમત વખતે ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કોહલીને સારા ટેસ્ટ બેટ્સમેન ગણાવતા કહ્યું કે કોહલી બેસ્ટ છે.

  • ગાંગુલીએ વિરાટના પેટ ભરીને કર્યા વખાણ
  • ગાંગુલીએ કોહલીને ગણાવ્યા સારા બેટ્સમેન 
  • કહ્યું કોહલી બેસ્ટ છે. 

સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા છે. સાથે જ તેમણે કોહલીને એક સલાહ પણ આપી છે. ગાંગુલીએ કહ્યું કે ઓવલમાં ચાલી રહેલી WTC Final 2023માં તેમણે ઓફ સ્ટંપના બહારના બોલ છોડી દેવા જોઈએ. WTC Final 2023ના બીજા દિવસના રમત વખતે ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કોહલીને સારા ટેસ્ટ બેટ્સમેન ગણાવતા કહ્યું કે કોહલી બેસ્ટ છે. 

શું કહ્યું ગાંગુલીએ?
ગાંગુલીએ કહ્યું, "તેમને ઓફ સ્ટંપના બહારનો બોલ છોડી દેવો જોઈએ. જે તે કરી પણ રહ્યા છે. તેમને ખબર છે કે કેવી સ્થિતિમાં કેવી રીતે રન બનાવાય. તેમનો ટેસ્ટ રેકોર્ડ ખૂબ જ સારો છે. તેમનો વન ડે રેકોર્ડ પણ કદાચ ઈતિહાસમાં સૌથી સારો છે. તેમને ખબર છે કે સ્થિતિની શું માંગ છે."

ગાંગુલીએ આગળ વાત કરતા ઈન્ડિયન બેટર્સને સવાહ આપી. તેમણે કહ્યું, "પુજારાની સાથે પણ સેમ છે. તે બન્નેએ 100 ટેસ્ટ મેચ રમી છે. તેમની પાસે ખૂબ વધારે અનુભવ છે. તે આવી સ્થિતિમાં પહેલા પણ રહી ચુક્યા છે. ઘણી વખત એવું થયું છે કે તે આવી સ્થિતિમાં લડી ચુક્યા છે. ધ્યાન આપો કે તમારો ઓફ સ્ટંપ કહ્યા છે અને જ્યારે પણ તક મળે તો રન બનાવી લો કારણ કે તેનાથી ઓસ્ટ્રેલિયા પર પ્રેશર ફરી જશે."

જોકે પુજારા અને કોહલી બન્ને ગાંગુલીની સલાહ ન માની શક્યા. બન્ને સસ્તામાં જ આઉટ થઈ ગયા. ટી બ્રેક સુધી ભારતે બે વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની સાથે ચેતેશ્વર પુજારા ક્રીઝ પર ટકેલા હતા. ગાંગુલીની જેમ બાકી લોકોની આશા પણ તેમના પર હતી. પરંતુ પુજારા પોતાના ઓફ સ્ટંપની પોઝિશન ભુલ્યા અને ફરી પરત ફરી ગયા. 

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS Sourav Ganguly viral kohli wtc final 2023 વિરાટ કોહલી સૌરવ ગાંગુલી wtc final 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ