બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વીડિયોઝ / રોંગ સાઈડ આવતી કારે મા-દીકરાને 10 ફૂટ ઊંચે હવામાં ફંગોળ્યા, અકસ્માતનો ખૌફનાક વીડિયો વાયરલ
Last Updated: 08:49 PM, 22 July 2024
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સ્કૂટર પર માતા અને પુત્ર જઇ રહ્યા હતા ત્યારે અચાનક રોંગ સાઈડથી અલ્ટો કાર આવી હતી અને બંને વચ્ચે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી માર્ગ અકસ્માતનો એક દર્દનાક વીડિયો વાયરલ થયો છે. જ્યાં સ્કૂટર સવાર માતા-પુત્રના મોત થયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને હોસ્પિટલ લઈ ગઈ હતી પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે બંને મેરઠથી દિલ્હી જતી લેન પર સ્કૂટી પર જઈ રહ્યા હતા.
ADVERTISEMENT
મહરૌલી બ્રિજ પર રોંગ સાઇડથી આવી રહેલી અલ્ટો કારે સ્કૂટી પર સવાર માતા-પુત્રને ટક્કર મારી હતી. બંને હવામાં ફંગોળાઇ પટકાયા હતા જેને કારણે મોત નીપજ્યા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે.
Car speeding on the wrong side of the Delhi-Meerut expressway rams into a woman and her son, killing them… This happens far too often on our highways! pic.twitter.com/tSOuEb4geP
— Akshita Nandagopal (@Akshita_N) July 22, 2024
રોડ અકસ્માતમાં સ્કૂટી સવાર બંનેનું મોત
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર માતા-પુત્ર સ્કૂટર ચલાવી રહ્યાં છે. ત્યારે અચાનક રોંગ સાઈડથી અલ્ટો કાર આવી હતી અને બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, બળદગાડા અને ટ્રેક્ટર પર પ્રતિબંધ છે. આમ છતાં એક્સપ્રેસ-વે પર ટુ-વ્હીલર ફરે છે. આ ઘટના બાદ પોલીસની સતર્કતા પર સવાલો ઉઠી રહ્યા છે.
પોલીસે આરોપી કાર ચાલકની અટકાયત કરી
આ મામલે એસીપી વેવ સિટી પૂનમ મિશ્રાએ જણાવ્યું કે રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યે દિલ્હીના મધુ વિહારના યશ ગૌતમ (20) તેની માતા મંજુ (40) સાથે સ્કુટી પર દિલ્હી-મેરઠ એક્સપ્રેક્સ વે પર મેરઠથી દિલ્હી જતા લેન પર જઇ રહ્યા હતા.
વધું વાંચોઃ હવે YouTube Down, યુઝર્સને આવી રહી આ પરેશાનીઓ, કંપનીએ જણાવ્યું ક્યારે ઠીક થશે?
મહરૌલી બ્રિજ પર રોંગ સાઇડથી ઝડપથી આવી રહેલી અલ્ટો કારે સ્કૂટરને ટક્કર મારી હતી. જેના કારણે બંનેના મોત થયા હતા. પોલીસે વિજય નગરમાં રહેતા આરોપી કાર ચાલક દેવવ્રતને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.