બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'મારા મર્યા પછી પણ...' બોલિવૂડ ફિલ્મ 'સુપરબૉય્સ ઓફ માલેગાંવ'ના લેખક રીલિઝ પહેલા કેમ આવું બોલ્યા
Last Updated: 11:38 PM, 12 February 2025
બૉલીવુડ.. એક સમય એવો હતો જ્યારે બૉલીવુડની ફિલ્મો જોવા માટે લોકો થિયેટરની બહાર લાઇન લગાવતા પણ વચ્ચે જાણે બૉલીવુડને નજર લાગી ગઈ અને ધીરે ધીરે બધી બૉલીવુડની ફિલ્મો પિટાઈ રહી હતી પણ હવે ધીરે ધીરે બૉલીવુડ કમબેક કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અત્યારે સમયનો સમય ભલે ખરાબ ચાલી રહ્યો છે પણ બૉલીવુડનો સારો સમય ધીરે ધીરે પાછો આવી રહ્યો છે કારણ કે ઘણી સારી ફિલ્મો હાલ રીલીઝ થઈ છે અને આગળ પણ ઘણી ફિલ્મો હજુ પાઇપલાઇનમાં છે. આવી જ એક ફિલ્મનું ટ્રેલર આજે રીલીઝ થયું છે અને ફિલ્મનું નામ છે સુપરબૉય્સ ઓફ માલેગાંવ.
ADVERTISEMENT
આ ટ્રેલર રીલીઝ થયા બાદ ફિલ્મના રાઇટર વરુણ ગ્રોવરે ખાસ VTV સાથે વાત કરી હતી જેમાં એમને ફિલ્મની કહાની અને એક રાઇટરનો ફિલ્મમાં કેટલો ભાગ હોય તેના વિશે વાત કરી હતી. વરુણ ગ્રોવરે કહ્યું કે, 'એક ફિલ્મનો સાચો હીરો તેની વાર્તા અને લેખક હોય છે. એટલે જેટલી ફેમ અને ઓળખ ફિલ્મના એક્ટર અને ડિરેક્ટરને મળે છે એટલી જ ઓળખ ફિલ્મના રાઇટરને પણ મળવી જોઈએ. જો કે ધીરે ધીરે આ બદલાવ આવી રહ્યો છે અને હવે ઇન્ડસ્ટ્રીના લોકો લેખકને પૂરતું ક્રેડિટ આપવા લાગ્યા છે અને લોકો પણ વધુને વધુ ઓળખવા લાગ્યા છે. જો કે હું ઈચ્છું છું કે આગળ જતાં ઓળખની સાથે સાથે ફિલ્મના રાઇટરને પૈસા પણ સારા એવા મળે.'
ADVERTISEMENT
વધુ વાત કરતા એમને ફિલ્મના એક ડાયલોગ વિશે વાત કરી જેમાં એવું કહેવાયું છે કે 'એક દિવસ મરવું તો બધાને છે અને તેનાથી ડર નથી લાગતો પણ કઈંક કર્યા વિના કે છાપ છોડ્યા વિના દુનિયાથી ચાલ્યા જશું તો..એ વાત તો ડર છે.' આ ડાયલોગ વિશે જ્યારે અમે તેમણે સવાલ પૂછ્યો ત્યારે એમને કહ્યું કે, 'મને પણ એ વાતનો ડર છે અને હું ઈચ્છું છું કે મારા મર્યા પછી પણ મારુ કામ જે છે એ મને જીવંત રાખે અને લોકોને યાદ રહે.'
ફિલ્મ સુપરબૉય્સ ઓફ માલેગાંવ વિશે વાત કરીએ તો ફિલ્મના નિર્માતા રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રીમા કાગ્તીએ છે. ફિલ્મમાં આદર્શ ગ્રોવર, વિનીત કુમાર સિંહ અને શશાંક અરોરા મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મના ડિરેક્ટર રીમા કાગ્તી છે અને ફિલ્મના લેખક વરુણ ગ્રોવર છે.
આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે જેમાં મહારાષ્ટ્રનાં એક નાના ગામ માલેગાંવ અને નવા ફિલ્મનિર્માતા નાસિર શેખના જીવનની ઘટનાઓને રજૂ કરવામાં આવી છે. એટલું જ નહીં ફિલ્મ 49મા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF), 68મો BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલ, ચોથા રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ અને 36મા પામ સ્પ્રિંગ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં બતાવવામાં આવી છે અને હવે સુપરબૉય્સ ઓફ માલેગાંવ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરોમાં રીલિઝ થવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.