બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'કોંગ્રેસ છોડી દે નહીંતર..' રેસલર બજરંગ પૂનિયાને મળી જાનથી મારી નાખવાની ધમકી, મચ્યો ખળભળાટ
Last Updated: 06:51 PM, 8 September 2024
દેશના અગ્રણી કુસ્તીબાજ અને તાજેતરમાં કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બજરંગ પુનિયાને વિદેશી નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા શુક્રવારે ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા હતા. બંને કુસ્તીબાજો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ નેતાઓને તેમના 10 રાજાજી માર્ગ સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા. 4 સપ્ટેમ્બરે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ મળ્યા હતા અને પછી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસમાં જોડાયા બાદ તેમને વોટ્સએપ પર એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, બજરંગ, કોંગ્રેસ છોડી દો નહીંતર તમારા અને તમારા પરિવાર માટે સારું નહીં થાય. આ અમારો છેલ્લો સંદેશ છે. ચૂંટણી પહેલા અમે બતાવી દઈશું અમે શું છીએ. તમે જ્યાં ઇચ્છો ત્યાં ફરિયાદ કરો, આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ ધમકી બાદ બજરંગે સોનીપત બહલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. રાષ્ટ્રીય ખેલાડી અને લોકોમાં પ્રખ્યાત હોવાના કારણે આ ધમકીએ લોકોમાં ચિંતા અને ગુસ્સો ઉભો કર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : કોંગ્રેસમાં જોડાતાની સાથે જ બજરંગ પુનિયાને મોટી જવાબદારી, રાષ્ટ્રીય સ્તરે પાર્ટીમાં મળ્યું આ પદ
આ પહેલીવાર નથી કે કોઈ દેશની કોઈ પ્રખ્યાત વ્યક્તિને આવી ધમકી મળી હોય, પરંતુ લોકોનું કહેવું છે કે આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે તેના વિચારો અને રાજકીય નિર્ણયોને કારણે કોઈનું જીવન કેવી રીતે જોખમમાં આવી શકે છે. આ ધમકી બાદ બજરંગ પુનિયાની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તેની સુરક્ષા વધારવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ધમકી આપનાર વ્યક્તિને ઓળખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બજરંગ અને તેના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.