બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / WPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સ પર થયો રૂપિયાનો વરસાદ, દિલ્હીને પણ મળ્યું ઈનામ, જાણો કેટલી મળી પ્રાઇઝ મની
Last Updated: 08:48 AM, 16 March 2025
મુંબઈ ઈન્ડિયન્સે બીજી વખત મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. મુંબઈએ લીગની ત્રીજી સીઝનમાં ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવીને ફરીથી ટ્રોફી પર કબજો જમાવ્યો છે. આ સાથે, મુંબઈ આ લીગના ટૂંકા ઇતિહાસમાં સૌથી સફળ ટીમ બની ગઈ છે અને હરમનપ્રીત કૌર સૌથી સફળ કેપ્ટન બની ગઈ છે. આ જીત પછી, મુંબઈ ઈન્ડિયન્સને માત્ર ચમકતી ટ્રોફી જ નહીં, પણ ઘણા પૈસા પણ મળ્યા. તે જ સમયે, સતત ત્રીજી વખત ફાઇનલ હારી ગયેલી દિલ્હીને પણ તેના મજબૂત પ્રદર્શન માટે પૈસા મળ્યા છે. આ ઉપરાંત, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને પર્પલ કેપ-ઓરેન્જ કેપ જીતનારા ખેલાડીઓને પણ ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
15 માર્ચ, શનિવાર સાંજે બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, લીગની પ્રથમ ચેમ્પિયન મુંબઈએ પ્રથમ બેટિંગ કરી અને 7 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા. તેના માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર બેટિંગ કરી અને માત્ર 44 બોલમાં સૌથી વધુ 66 રન બનાવ્યા. આના કારણે જ ટીમ અહીં સુધી પહોંચી શકી. જવાબમાં, દિલ્હી 20 ઓવરમાં લક્ષ્યની નજીક પહોંચી ગયું હતું પરંતુ 8 રનથી તે ચૂકી ગયું. દિલ્હીએ ૧૪૧ રન બનાવ્યા. તેમના માટે, મેરિઝેન કાપે સૌથી વધુ 40 રન બનાવ્યા.
𝐂 𝐇 𝐀 𝐌 𝐏 𝐈 𝐎 𝐍 𝐒 💙#AaliRe #MumbaiIndians #TATAWPL #DCvMI pic.twitter.com/ga43uYHoEd
— Mumbai Indians (@mipaltan) March 15, 2025
ADVERTISEMENT
કોને કયું ઇનામ મળ્યું અને કેટલા પૈસા?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટ / શમી બાદ વધુ એક ભારતીય ક્રિકેટરની વધી મુશ્કેલી, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.