મહિલા ક્રિકેટ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે કારણ કે પહેલી વાર મહિલા આઈપીએલનો પ્રારંભ થયો છે.
ભારતીય મહિલા ક્રિકેટ માટે આજનો દિવસ ઐતિહાસિક
પહેલી વાર વિમેન્સ પ્રીમિયર લીગનો થયો શુભારંભ
ઓપનિંગ સેરેમનીમાં કૃતિ-કિયારાએ કર્યો ડાન્સ
ભારતીય મહિલા ક્રિકેટ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. આજથી મહિલા આઈપીએલ એટલે કે મહિલા પ્રીમિયર લીગની પહેલી સિઝનનો શુભારંભ થયો છે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવુડ એક્ટ્રેસ કૃતિ-કિયારાએ શાનદાર ડાન્સ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં હતા.
— Women's Premier League (WPL) (@wplt20) March 4, 2023
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પહેલી મેચ
વિમેન્સ આઇપીએલનો પ્રથમ મુકાબલો ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ખેલાશે. બીસીસીઆઇના ઓફિસિઅલ્સ બાદ હવે વિમેન્સ પ્રીમિયર લીગની તમામ ટીમોની કેપ્ટનોને સ્ટેજ પર આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાતની કેપ્ટન બેથ મૂની, મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર, બેંગ્લોરની કેપ્ટન સ્મ્રિતિ મંધાના, યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હિલી અને દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ સ્ટેજ પર પહોંચી હતી. તમામ કેપ્ટનોની હાજરીમાં ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.