Worshiping Mahadev, the BJP MP said, "Congress has destroyed the country culturally, raised caste differences.
નર્મદા /
મહાદેવની પૂજા કરી ભાજપના સાંસદે કહ્યું, 'કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો, નાતી-જાતિના ભેદ ઉભા કર્યા'
Team VTV05:07 PM, 13 Dec 21
| Updated: 05:09 PM, 13 Dec 21
રાહુલ ગાંધીના હિંદુત્વ મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું કે..રાહુલ બાબાને સૌ કોઈ ઓળખે કોંગ્રેસની પતન થશે અને અસ્તિત્વ પણ નહિ રહે.કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલ મંદિરનું લોકાર્પણ કર્યું ત્યારે નર્મદા જિલ્લામાં શૂળપાણેસ્વર મહાદેવ મંદિરે સાંસદ મનસુખ વસાવા સાંસદ અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ,પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી સહિત બીજેપી નેતાઓએ ગોરા શુળપાનેશ્વર મહાદેવના મંદિર ખાતે જળાભિષેક અને પૂજા કરી છે. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે જેવી જેની આસ્થા ધ્યાનમાં રાખી સરકાર કામ કરી રહી છે બધા ધર્મ સંપ્રદાયના લોકો રાષ્ટ્ર પ્રવાહમાં જોડાય એ ઉદ્દેશ ભાજપ સરકારનો છે.
કોંગ્રેસે દેશને સાંસ્કૃતિક રીતે કર્યો ખતમ -વસાવા
રાહુલ ગાંધીના હિંદુત્વ મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું કે..રાહુલ બાબાને સૌ કોઈ ઓળખે કોંગ્રેસની પતન થશે અને અસ્તિત્વ પણ નહિ રહે. મનસુખ વસાવાએ મહાદેવ પૂજા કરી કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો છે.નાતી જાતિ ના ભેદ ઉભા કર્યા,અને આમ પણ હું ધાર્મિક બાબતે રાજનીતિ નથી કરતો પણ સત્ય છે પૂર્વ સરકારો એ નદીઓને કેમિકલ થઈ માંડી ગટરોને પાણીથી ગંદી કરી છે. નદીઓની અસ્તિત્વ ખતમ કર્યું .વડાપ્રધાન પર્યાવરણ શુદ્ધ નદીઓને સ્વચ્છતા સાથે જોડી મંદિરે પવિત્રતા જળવાઈ અભિયાન ચલાવ્યું છે.