બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આ જગ્યાએ આવેલું છે દેવી લક્ષ્મીનું 800 વર્ષ જૂનું મંદિર, દર્શન માત્રથી થાય છે મનોકામના પૂરી, આવી છે માન્યતા
Last Updated: 02:43 PM, 20 September 2024
કહેવાય છે કે જેના પર માતા લક્ષ્મીની કૃપા રહે છે તેને પોતાના જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી નથી રહેતી. ઘણા લોકો એવા છે જે હંમેશા આર્થિક તંગીનો શિકાર રહેતા હોય છે અને જીવનમાં તેમને પૈસાના મામલામાં હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
પરંતુ માતા લક્ષ્મીની પૂજા કરવાથી લોકોની આર્થિક તંગી દૂર થાય છે. માતા લક્ષ્મીના ભારતમાં ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે. એક મંદિર તો એવું પણ છે જે 800 વર્ષ જુનુ છે. જાણો તેની માન્યાતા વિશે.
ADVERTISEMENT
ક્યાં છે આ મંદિર?
માતા લક્ષ્મીનું આ દુર્લભ મંદિર લખની દેવી મંદિરના રૂપે ઓળખાય છે. તેમાં લખની શબ્દ માતા લક્ષ્મીના નામથી જ આવ્યો છે. આ મંદિર છત્તીસગઢના બિલાસપુરથી લગભગ 25 કિમી દૂર છે. આ મંદિર જે પહાડો પર સ્થિત છે તેને લક્ષ્મીધામ પર્વત, વરાહા પર્વત અને ઈકબીરા પર્વતના નામથી ઓળખવામાં આવે છે.
આ મંદિરનું નિર્માણ રાજા રત્નદેવ તૃતીયાના રાજાએ કહ્યું હતું. આ નિર્માણ તેમના નેતૃત્વ વખતે રહેલા મંત્રી ગંગાધરે વર્ષ 1179માં કરાવ્યું હતું. આ મંદિરનું નિર્માણ 845 વર્ષના સમયથી થઈ ચુક્યું છે. આ મંદિર સુધી પહોંચવા માટે તમને લગભગ 300 સીડીઓ ચડવી પડશે. કહેવાય છે કે 800થી પણ વધારે વર્ષ જુના આ મંદિરમાં લોકોની આર્થિક સમસ્યાઓ છૂ-મંત્ર થઈ જાય છે.
આ કારણે બનાવવામાં આવ્યું હતું મંદિર
લખની માતાનું આ મંદિર ખૂબ જ જુનુ હોવાની સાથે જ લોકપ્રિય પણ છે. આ મંદિર સાથે જોડાયેલી એક સ્ટોરી અનુસાર જ્યારે વર્ષ 1178માં રાજા રત્નદેવ તૃતીયાએ ગાદી સંભાળી તો તે સમયે દુષ્કાળ, મહામારી અને દરિદ્રતા ફેલાઈ હતી.
ધીરે ધીરે દેવાના કારણે રાજકોષનું બધુ ધન ખાલી થઈ ગયું. આ સમય દરમિયાન રાજાન મંત્રીએ લક્ષ્મી માતાનું મંદિર બનાવ્યું. આ મંદિરના બનતાની સાથે જ તે જગ્યા પર ખુશીઓ ફરીથી આવવા લાગી અને ધનની કમી પણ દૂર થઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.