બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Worrying Moment TV Meteorologist Faints During Live Broadcast

આ ન સારું / VIDEO : ન્યૂઝ વાંચતા વાંચતા હાર્ટએટેકથી ચક્કર ખાઈને ઢળી પડી મહિલા એન્કર, લાખો લોકોએ લાઈવ જોયું

Hiralal

Last Updated: 06:06 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ન્યૂયોર્કમાં એક ટીવી ચેનલના ચાલુ પ્રોગ્રામમાં મહિલા એન્કરને હાર્ટએટેક આવતાં તે ચક્કર ખાઈને ઢળી પડી જેનો વીડિયો વાયરલ થયો છે.

  • ટીવી ચેનલમાં એન્કરને લાઈવ પ્રોગ્રામ વખતે આવ્યો હાર્ટએટેક
  • ન્યૂઝ વાંચતા વાંચતા ચક્કર ખાઈને ઢળી પડી
  • હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ભરતી
  • અમેરિકાના ન્યૂયોર્કની ઘટના

હાર્ટએટેક હવે ગમે ત્યારે આવી જાય છે અને હવે ન્યૂઝ વાંચતા વાંચતા એક એન્કર હાર્ટએટેકનો ભોગ બની હતી. અમેરિકામાં એક ન્યૂઝ ચેનલની મહિલા એન્કર એક લાઈવ શોમાં હવામાનના રિપોર્ટની જાણકારી આપતા બેભાન થઈ ગઈ હતી. એન્કરના બેહોશ થઈ જવાથી ટીમના અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા એન્કર એલિસા કાર્લસન પહેલાથી જ હૃદય સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહી છે. વર્ષ 2014માં પણ આવી જ એક ઘટના કાર્લસન સાથે બની છે. આ ઘટના બાદ તેને તપાસમાં ખબર પડી કે તેના હાર્ટના વાલ્વ લીક થઇ ગયા છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
લાઇવ શો દરમિયાન મહિલા એન્કર એલિસા કાર્લસન સાથેની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ગત શનિવારનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે એન્કર પહેલો ન્યૂઝ શો શરૂ કરી રહ્યા છે, જે બાદ તેઓ એલિસા કાર્લસન સાથે જોડાઈને વેધર રિપોર્ટ આપે છે. કાર્લસન બરાબર બોલવાનું શરૂ કરે છે, પરંતુ અચાનક કાર્લસનને ચક્કર આવવા લાગે છે અને તે સીધો પડી જાય છે. મહિલા એન્કરનો આ વીડિયો ખરેખર ડરામણો છે. 

આવી આવી રીતે હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાં લોકો 
વાસ્તવમાં આજકાલ હાર્ટની બીમારીઓ પણ યુવાનોને ઝડપથી અસર કરી રહી છે. ભારતમાં જ છેલ્લા એક દાયકામાં મોટી સંખ્યામાં યુવાનોએ હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તે ડરામણી વાત છે કે સ્ટેજ પર ડાન્સ કરતી વખતે, કસરત કરતી વખતે અથવા શો કરતી વખતે ઘણા લોકો અચાનક મૃત્યુ પામ્યા છે. હાલમાં જ બિહારના સીતામઢીમાં એક વરરાજા અચાનક સ્ટેજ પર બેચેની અનુભવવા લાગ્યો હતો, ત્યારબાદ તે બેભાન થઇ ગયો હતો. વરરાજાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે જણાવવામાં આવ્યું હતું કે ડીજેના જોરદાર અવાજને કારણે વરરાજા ગભરાવા લાગ્યા હતા, જે બાદ થોડા સમય બાદ જ તેમનું મોત થઇ ગયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack News Heart attack Silent Heart Attack news HEART ATTACK NEWS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ