બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દુનિયાના આ રસ્તાનો નથી અંત, ન કોઈ યુ ટર્ન, એક વખત રોડ પકડ્યો એટલે 14 દેશની સફર

સૌથી લાંબો હાઇવે / દુનિયાના આ રસ્તાનો નથી અંત, ન કોઈ યુ ટર્ન, એક વખત રોડ પકડ્યો એટલે 14 દેશની સફર

Last Updated: 10:57 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30,000 કિમી સુધી આ હાઇવે પર ન તો કોઇ વળાંક છે કે ન તો કોઇ કટ છે. મતલબ કે એકવાર તમે આ હાઈવે પર ચઢી ગયા પછી મહિનાઓ સુધી ચાલતા રહેવું પડશે. આ અંતર કાપવામાં લગભગ 60 દિવસ લાગે છે.

કહેવાય છે કે જે દેશના રસ્તાઓ જેટલા સારા હોય છે તેટલી ઝડપથી તે દેશનો વિકાસ થાય છે. મોદી સરકારમાં ભારતમાં રોડ નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. દેશના ખૂણે ખૂણે રસ્તાઓ પહોંચી રહ્યા છે. ભારતનો સૌથી લાંબો હાઇવે NH 44 કન્યાકુમારીને શ્રીનગર સાથે જોડે છે. આ 37454 કિલોમીટર લાંબો હાઇવે દેશના એક છેડાને બીજા છેડા સાથે જોડે છે. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે એક એવો હાઈવે પણ છે જે 14 દેશોમાંથી પસાર થાય છે અને તે લગભગ 30,000 KM નો છે.

highway-6

વિશ્વનો સૌથી લાંબો હાઈવે

પાન-અમેરિકન હાઇવે વિશ્વનો સૌથી લાંબો હાઇવે છે જે લગભગ 14 દેશોમાંથી પસાર થાય છે. તેની લંબાઈને કારણે આ હાઈવેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. ઉત્તર અમેરિકાથી શરૂ થઈને 14 દેશોને વટાવીને આ હાઈવે દક્ષિણ અમેરિકાના આર્જેન્ટીના સુધી પહોંચે છે. ગાઢ જંગલો, રણ, બરફીલા મેદાનો અને અનેક પહાડોમાંથી પસાર થતો આ હાઇવે વિશ્વનો સૌથી લાંબો રસ્તો છે. 1923માં બનેલા આ હાઈવે બનાવવાનો હેતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાના રાજ્યોને જોડવાનો હતો.

highway-5

14 દેશોમાંથી પસાર થતો હાઇવે

આ 30 હજાર કિલોમીટર લાંબા હાઇવે પર મુસાફરી કરવી સરળ નથી. પાન-અમેરિકન હાઇવે ઉત્તર અમેરિકામાં મેક્સિકો, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર, હોન્ડુરાસ, નિકારાગુઆ, કોસ્ટા રિકા, પનામા, કોલંબિયા, એક્વાડોર, પેરુ, ચિલી અને આર્જેન્ટિના થઈને દક્ષિણ અમેરિકા પહોંચે છે. 30,000 કિમી સુધીના આ હાઈવે પર ન તો કોઈ વળાંક છે કે ન તો કોઈ કટ છે. મતલબ કે એકવાર તમે આ હાઈવે પર ચઢી જાઓ તો તમારે મહિનાઓ સુધી ચાલતા રહેવું પડશે. આ અંતર કાપવામાં લગભગ 60 દિવસ લાગે છે. રસ્તામાં તમારે વિવિધ હવામાન અને વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે. લોકોને આ યાત્રા પૂર્ણ કરવામાં 60 દિવસનો સમય લાગે છે. જો કે, તે સંપૂર્ણપણે તમારા વાહનની ઝડપ પર આધાર રાખે છે. કાલરોસ સાંતામારિયા નામના વ્યક્તિએ આ માર્ગ 117 દિવસમાં પૂરો કર્યો.

વધુ વાંચો : પેજર બાદ હવે ધડાધડ રેડિયો ફાટ્યા! લેબનાનમાં ફરી સીરિયલ બ્લાસ્ટ, 3થી વધુના મોત

વિશ્વના સૌથી લાંબા હાઇવે પર લોગ ડ્રાઇવની એક અલગ જ મજા છે, પરંતુ આ રૂટ પર અનેક પડકારો પણ છે. જો તમે આ માર્ગ પર જઈ રહ્યા છો તો મહિનાઓની તૈયારીઓ કરવી પડે છે. આ રૂટ પર મિકેનિકની મદદ લેવામાં તમને ઘણો સમય લાગી શકે છે, આવી સ્થિતિમાં વાહન માટે જરૂરી સાધનો સાથે રાખવા પડશે જેથી વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. જો વાહન ક્યાંક પંચર થઈ જાય તો તમે જાતે જ તેને ઠીક કરી શકો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WorldsLongestExpressway PanAmericanHighway WorldsLongestHighway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ