શોધ /
પુરૂષો માટે શોધાયું ગર્ભનિરોધક ઈન્જેક્શન, એકવાર લગાવી લેવાથી 13 વર્ષ સુધી રહેશે અસર
Team VTV04:19 PM, 20 Nov 19
| Updated: 04:20 PM, 20 Nov 19
હવે કોન્ડોમ ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે, કારણ કે પુરૂષો માટે હવે એવા ગર્ભનિરોધક ઈન્જેક્શનની શોધ થઈ છે, જેને લગાવી લેવાથી 13 વર્ષ સુધી બાળક થવાનો ભય દૂર થઈ જશે. આ ઈન્જેક્શન લગાવ્યા બાદ કોઈ ચિંતા રહેશે નહીં. એવું કહેવાય છે કે આ દુનિયાનું પહેલું એવું ઈન્જેક્શન છે જેની અસર 13 વર્ષ સુધી રહેશે.
પુરૂષો માટે ગર્ભનિરોધક ઈન્જેક્શનની શોધ થઈ છે
દુનિયાનું પહેલું એવું ઈન્જેક્શન છે જેની અસર 13 વર્ષ સુધી રહેશે
મંજૂરી માટે હવે તેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને મોકલાશે
હિન્દુસ્તાન ટાઈમ્સની રિપોર્ટ મુજબ ભારતીય મેડિકલ રિસર્ચ કાઉન્સિલે (ICMR) પુરૂષોને લગાવી શકાય એવા ગર્ભનિરોધક ઈન્જેક્શનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી લીધું છે. મંજૂરી માટે હવે તેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને મોકલવામાં આવશે.
13 વર્ષ સુધી રહેશે ઈન્જેક્શનની અસર
જો એકવાર કોઈ પુરૂષ આ ઈન્જેક્શન લગાવી લેશે તો 13 વર્ષ સુધી પાર્ટનરને ગર્ભ રહેવાની ચિંતાથી મુક્ત થઈ જશે. આ ઈન્જેક્શન લગાવ્યા પછી પુરૂષોને નસબંધી અને સર્જરીથી પણ છુટકારો મળી જશે.
શું કહે છે ICMRના વૈજ્ઞાનિક
ICMRના વૈજ્ઞાનિક ડોક્ટર આરએસ શર્માએ જણાવ્યું કે આ ઈન્જેક્શન બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે. પણ તે પહેલાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી લેવી જરૂરી છે. હાલ 3 સ્તર પર પરીક્ષણ થઈ ચૂક્યું છે. જેમાં 9703 ટકા સફળતા મળી છે.
કોઈ સાઈડ ઈફેક્ટ નથી
ડો. આરએસ શર્માએ કહ્યું કે, આ ઈન્જેક્શનનો કોઈ સાઈડ ઈફેક્ટ નથી. આ દુનિયાનું પહેલું ગર્ભનિરોધક ઈન્જેશન છે.
શું છે ICMR
ICMR ભારતમાં બાયોમેડિકલ રિસર્ચ માટેની સૌથી મોટી સંસ્થા છે. તે કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. દેશમાં અહીં આરોગ્ય અને તબીબી સુવિધાઓ સહિતના વિવિધ પ્રકારનાં સંશોધન કરવામાં આવે છે.
આવા ઇન્જેક્શનથી શું ફાયદો થશે?
જે પુરૂષો અને પાર્ટનર બાળક નથી ઈચ્છતા તેમને ભય રહેશે નહીં. નસબંધી અને સર્જરી કરાવવાનું ભય પણ નહીં રહે. ઉપરાંત, કોઈપણ પ્રકારના જાતીય ચેપથી બચવાની સંભાવનાઓ પણ વધી જશે.