અહીંયા લોકો સીધા નળમાંથી નિકાળીને પીવે છે બિયર, પાઇપથી ઘરોમાં થાય છે સપ્લાય

By : krupamehta 03:34 PM, 16 April 2018 | Updated : 03:34 PM, 16 April 2018
તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારા ઘરની પાઇપથી પાણીની જગ્યાએ બિયર આવવા લાગે તો શું થાય? ભારતમાં આવું ક્યારે થશે તે ખબર નથી પરંતુ જર્મનીમાં લોકોનું સપનું સાચું થઇ ગયું છે. આજે અમે તમને જણાવા જઇ રહ્યા છે કે આવું કેવી રીતે શક્ય થયું. રસ્તાની નીચેથી પસાર થાય છે બિયરની પાઇપલાઇન.દુનિયાની સૌથી પહેલી બિયર પાઇપલાઇન જર્મીનીમાં ચાલુ કરવામાં આવી છે. આ પાઇપલાઇન્સ બેલ્જિયમ સિટીની સાંકડી ગલીઓમાંથી પસાર થઇઉને લોકોના ઘરો સુધી પહોંચે છે. એટલે કે હવે જર્મનીના લોકોને બિયર એન્જોય કરવા માટે બાર અથવા પબમાં જવાની જરૂર નથી. લોકો સીધા ઘરના નળમાંથી બિયરની મજા માણી શકશે. આ પ્લાનને શક્ય બનાવ્યો છે બ્રુગસના રહેવાસી જેવિયર વિંસ્ટીનએ. આ પ્રોજેક્ટમાં તેમણે સાડા સાત કરોડજ રૂપિયાનો ખર્ચો કર્યો છે. જેવિયર વિંસ્ટીઝમાં આ વિચાર બિયર સપ્લાય માટે આવનારી ટ્રકોથી થનારા પોલ્યૂશનથી ટાઉનને બચાવવા માટે આવ્યો હતો. જર્મનીના લોકો આ એક્સપેરિમ્ન્ટ્સથી ખૂબ ખુશ છે. જો કે તમને જણાવી દઇએ કે આ પહેલા રશિયામાં રહેનારા આંદ્રય એરેમીવએ પોતાના ઘરમાં પર્સનલ બિયર પાઇપલાઇન નિકાળી હતી. મજાકમાં શરૂ કરેલા તેમના આ પ્લાનને લોકોએ ખૂબ પસંદ કર્યો. હવે તેમનો આ વિચાર આખા જર્મનીના રહેવાસીઓ માટે ખુશી લાવ્યો છે.Recent Story

Popular Story