worlds 2nd biggest Diamond found, its price will give you shock
સંશોધન /
આ છે દુનિયાનો સૌથી મોટો બીજા નંબરનો હીરો, કિંમત સાંભળશો તો કાન ફાટી જશે
Team VTV02:23 PM, 24 Jan 20
| Updated: 02:31 PM, 24 Jan 20
21 જાન્યુઆરીએ પેરિસમાં થયેલી ઘોષણાના મુતાબિક, લ્યુકારા ડાયમંડ કૉર્પોરેશન અને એચબી કંપની એ દુનિયાનો બીજો સૌથી મોટો આકર્ષિત હીરો શોધ્યો. આ 1758 કેરેટ ડાયમંડનું નામ સિવેલો ડાયમંડ છે, જેનો અર્થ સત્સ્વાના ભાષામાં 'દુર્લભ શોધો' છે અને એ તેનો રૂપ બદલવા માટે તૈયાર છે.
દુનિયાનો બીજો સૌથી મોટો ડાયમંડ
સિવેલો ડાયમંડ નામ રાખ્યું
લૂઇસ વિટ્ટોને ખરીદ્યું આ ડાયમંડ
બીજા મોટામાં મોટા હીરાની કિંમત
લક્ઝરી હેન્ડબેગ્સની દુનિયા પર રાજ કર્યા પછી હવે ફ્રેન્ચ ફેશન બ્રાન્ડ લૂઇસ વિટ્ટોને તાજેતરમાં જ વિશ્વનો બીજો સૌથી મોટો ડાયમંડ ખરીદ્યો. એન્ટવર્પ ડાયમંડ એક્સચેંજના પૂર્વ પ્રમુખ, માર્સેલ પ્ર્યુવરે, બીજા મોટામાં મોટા હીરાની કિંમત 50 મિલિયન અમેરિકન ડોલર હોવાનું જણાવ્યું છે.
વિશ્વનો સૌથી મોટો હીરો
વિશ્વનો સૌથી મોટો હીરો કુલિનાન ડાયમંડ છે જે 3106 કેરેટનો છે. તેની શોધ 1905 માં દક્ષિણ આફ્રિકામાં થઇ હતી. તે હજી પણ બ્રિટીશ રોયલ્ટીના શાહી સંગ્રહમાં ઉપસ્થિત છે.
ખડકની પાક્કી કિંમત જાહેર ના કરી
આ ખડકની પાક્કી કિંમત જાહેર કર્યા વિના, લુઇસ વીટનના ચીફ એક્ઝિક્યુટિવ, માઇકલ બર્કેએ ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું કે આ કિંમત લાખોમાં છે અને આગળ સ્વીકાર્યું કે તેમનું પગલું તેમના કેટલાક કોમ્પિટિટર્સ ને આશ્ચર્યચકિત કરશે.
આગળની પ્લાંનિંગ
એચબી કંપની સાથે લુઇસ વિટન આ દિશામાં ધ્યાનપૂર્વક કામ કરી રહ્યું છે. કંપની તેની વાસ્તવિક ક્ષમતા સાબિત કરવા માટે અદ્યતન સ્કેનીંગ અને તકનીકીનો ઉપયોગ કરી રહી છે અને આ સાથે, આગામી સમયમાં તેનો આકાર કેવી રીતે આવશે તે માટેની યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે.