બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:01 AM, 23 March 2025
અમેરિકા પછી હવે દક્ષિણ કોરિયાના જંગલોમાં આગ લાગી છે. દક્ષિણ કોરિયામાં 20 થી વધુ સ્થળોએ જંગલો આગની ઝપેટમાં છે. આમાં દક્ષિણ-પૂર્વ કોરિયન દ્વીપકલ્પમાં ફેલાતી આગએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. આ ભીષણ આગમાં બે અગ્નિશામકોના કર્મીઓના પણ મોત થયાનું પણ સામે આવ્યું છે. દક્ષિણ કોરિયાના જંગલો આગની લપેટમાં હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આગની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખું જંગલ આગની જ્વાળાઓથી ઘેરાયેલું છે.
ADVERTISEMENT
દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલી જંગલની આગથી સ્થાનિક રહેવાસીઓ તેમજ અધિકારીઓમાં ચિંતા વધી છે. આગ ઓલવવાના પ્રયાસોમાં રોકાયેલા અગ્નિશામકો અને રાહત કાર્યકરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ વચ્ચે ભારે ધુમાડા અને ભારે પવનને કારણે આગ વધુ ફેલાઈ હતી જેના કારણે ફાયર ફાઇટર્સને પણ આગ પર કાબુ મેળવવો અત્યંત મુશ્કેલ બન્યો હતો.
South Korea hit with multiple forest fires, two firefighters dead
— DD News (@DDNewslive) March 23, 2025
More than 20 wildfires have flared across the country including the deadly one in the southeast of the Korean Peninsula.#SouthKorea #Wildfire pic.twitter.com/J5rVTjMiGB
ADVERTISEMENT
સલામત સ્થળાંતર
શુક્રવારે દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં શરૂ થયેલી આગ શનિવારે બપોર સુધીમાં 275 હેક્ટર (680 એકર) વિસ્તારને ઘેરી લીધી હતી. આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતી વખતે બે ફાયર ફાઇટરોએ જીવ ગુમાવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર 200 થી વધુ લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું.
વધુ વાંચો: એક સમયે હતો કરોડોનો માલિક, આજે પાઈ-પાઈ માટે તરસી રહ્યો છે બિઝનેસમેન
આપત્તિજનક ક્ષેત્ર
કાર્યકારી રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે સૂર્યાસ્ત પહેલા આગને કાબુમાં લેવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ કોરિયાની સરકારે શનિવારે સાંજે અસરગ્રસ્ત વિસ્તારને આપત્તિ ક્ષેત્ર જાહેર કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
વિશ્વ / અમેરિકી સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, આ નિર્ણય પર લગાવી રોક, જાણો
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.