બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : 'ઝાડ પર કેવી રીતે ચડી ગઈ કાર?' જોનારા પોતાનું માથું ખંજવાળવા લાગ્યા

વાયરલ / VIDEO : 'ઝાડ પર કેવી રીતે ચડી ગઈ કાર?' જોનારા પોતાનું માથું ખંજવાળવા લાગ્યા

Last Updated: 12:15 PM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં કાર એક ઝાડ પર લટકતી જોવા મળે છે. આ દૃશ્ય જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને તેના પાછળનું રહસ્ય જાણવા ઉત્સુક છે.

સોશિયલ મીડિયા પર દર સેકંડે કોઈ ને કોઈ વાયરલ વીડિયો જોવા મળે છે. આજકાલ તો એવા વીડિયો પણ વાયરલ થવા લાગ્યા છે કે જેને જોયા બાદ તેના ઉપર વિશ્વાસ કરવો એક મોટો પ્રશ્ન બની જાય છે. કારણ કે હવે તો AI જનરેટેડ વીડિયો પણ એટલાં રિયલ લાગી રહ્યા છે કે સાચું કે ખોટું એ ઓળખવું મુશ્કેલ બની ગયું છે. અવો જ એક વીડિયો તાજેતરમાં ખૂબ વાયરલ થયો છે, જેને જોઈને દરેકના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે આ કેવી રીતે બનેલું? વીડિયોમાં એક કાર એવી જગ્યા પર લટકતી જોવા મળે છે, જ્યાં કલ્પના પણ ન કરી શકાય કે કોઈ કાર ત્યાં સુધી પહોંચી શકે.

car-insta

વિડિયોમાં શું છે?

વિડિયોમાં એક કાર ઝાડ પર ફસાઈ ગઈ હોય તેવું દૃશ્ય જોવા મળે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર "ankurprajapati600" નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. હાલે, આ વિડિયો હજારો લોકો સુધી પહોંચી ગયો છે અને ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. વિડિયો જોયા બાદ લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે કાર આખરે ઝાડ પર પહોંચી કેવી રીતે?

આવું દૃશ્ય જોઈને શું વિચાર આવે?

આ દૃશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને જુદાં જુદાં અનુમાન લગાવી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે જો કાર ઝાડ પરથી નીચે પડી હોત, તો સીધી જમીન પર પડતી અને ગંભીર અકસ્માત થઈ શકે હતો. અત્યારે લોકો વિચારમાં પડી ગયા છે કે આ ઘટના અકસ્માત હતી કે કોઈની યોજના પ્રમાણે રચવામાં આવેલી હરકત? જોકે, હજી સુધી આ અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી.

આ પણ વાંચો : ઉનાળામાં દર વર્ષે આટલા ગરીબ લોકોના થાય છે મોત, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

વિડિયો પર લોકોની ટિપ્પણીઓ

આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. લોકો વીડિયોની લીંક શેર કરી રહ્યા છે અને તેની નીચે રમૂજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. હજી સુધી આ વીડિયો કયા સ્થળનો છે, એ જાણી શકાયું નથી. છતાં, વીડિયોએ લોકોના ચિંતન અને ચર્ચામાં એક જુદી જ જગ્યા બનાવી છે. આ એક એવી ઘટના છે જે આજે સૌની વચ્ચે રસપ્રદ અને રહસ્યમય બનાવ બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

car on tree mysterious video viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ