બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / માછલી જેવી પૂંછડી, માથું અને ધડ એલિયન જેવું! દરિયાકિનારે દેખાયો એક વિચિત્ર જીવ

વાયરલ / માછલી જેવી પૂંછડી, માથું અને ધડ એલિયન જેવું! દરિયાકિનારે દેખાયો એક વિચિત્ર જીવ

Last Updated: 08:59 AM, 23 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અને દુનિયામાં રોજ ને રોજ કઇંકને કઈં અજુગતું બનતું રહેતું હોય છે. તેમાં પણ હંમેશા દરેક સામાન્ય માણસ હોય કે વૈજ્ઞાનિક તેમને એ એક પ્રશ્ન સતાવે છે કે શું પૃથ્વી સિવાય પણ બીજે ક્યાંક જીવ સૃષ્ટિ હશે? આ જવાબ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે તેની વચ્ચે યુકે(યુનાઈટેડ કિંગડમ)માં એક એવી હેરતઅંગેઝ ઘટના બની છે કે જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.

સમુદ્રના મોજામાં કયા રહસ્યો છુપાયેલા છે તે કોઈ જાણતું નથી. ક્યારેક ત્યાંથી અનોખા રંગબેરંગી જીવો મળી આવે છે અને ક્યારેક એવી રહસ્યમય વસ્તુઓ બહાર આવે છે જે આશ્ચર્યથી આંખો પહોળી કરી દે છે. યુકેના કેન્ટમાં કંઈક આવું જ બન્યું જ્યારે એક દંપતી દરિયા કિનારે ફરવા ગયું. તેમને રેતીમાં એક વિચિત્ર હાડપિંજર દેખાયું. જેની પૂંછડી માછલી જેવી હતી અને તેનું માથું અને ધડ એલિયન જેવું હતું. આ તસવીર જોઈને કપલને તો આશ્ચર્ય થયું જ પણ હાલ તેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

દરિયા કિનારે રહસ્યમય જીવ

ગત 10 માર્ચે પૌલા અને ડેવ રીગન નામનું એક યુગલ ઇંગ્લેન્ડના કેન્ટમાં માર્ગેટ બીચ પર ફરવા ગયું હતું. ત્યાં તેમની નજર એક રહસ્યમય આકૃતિ પર પડી જે રેતીમાં અડધી દટાયેલી હતી અને સીવીડથી ઢંકાયેલી હતી. પૌલાએ કહ્યું કે શરૂઆતમાં તેને લાગ્યું કે તે કોઈ તરતું લાકડું છે અથવા કદાચ કોઈ મૃત સીલ છે. પણ તેણે નજીકથી જોયું કે તે ચોંકી ગઈ કારણ કે આ આકૃતિ હાડપિંજર જેવી દેખાતી હતી તેની પૂંછડી માછલી જેવી હતી અને તેનું માથું એલિયન જેવું દેખાતું હતું.

લોકોની ભીડ

આ વાતની જાણ ત્યાં બીચ પર હાજર રહેલા લોકોને થતાં આ અનોખા પ્રાણીને જોવા માટે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. કોઈએ કહ્યું કે તે લાકડાનો ટુકડો હતો જે વહાણમાંથી છૂટો પડ્યો હતો. જ્યારે કોઈએ તેને' જલપરીની મૂર્તિ' કહી. પણ પૌલાએ સ્પષ્ટ કહ્યું જે જો અમે તેના ફોટા ન લીધા હોત તો કોઈ માનવા તૈયાર જ ના થતું કે અમે આવું કંઈક જોયું છે. તસવીરમાં રહેલી તે આકૃતિ સંપૂર્ણપણે સડી નહોતી પરંતુ નરમ અને ચીકણી દેખાતી હતી.

આ પણ વાંચો: ન્યૂ મેક્સિકોના એક પાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 3 લોકોના મોત અને 15 ઘાયલ

વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં

આ રહસ્યમય પ્રાણી જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં એ વાતની પુષ્ટિ થઈ નથી કે તે વાસ્તવિક દરિયાઈ પ્રાણી હતું કે માણસો દ્વારા બનાવેલ કંઈક. પરંતુ આ પહેલી વાર નથી જ્યારે સમુદ્રમાંથી કોઈ રહસ્યમય આકૃતિ મળી આવી હોય. અગાઉ પણ રશિયા અને અમેરિકાના માછીમારોએ સમુદ્રના ઊંડાણમાંથી વિચિત્ર પ્રાણીઓ પકડ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral post Trending news UK News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ