બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : લેન્ડિંગ સમયે પ્લેનનું ટાયર ફાટ્યું, મુસાફરોમાં ડરનો માહોલ

વાયરલ / VIDEO : લેન્ડિંગ સમયે પ્લેનનું ટાયર ફાટ્યું, મુસાફરોમાં ડરનો માહોલ

Last Updated: 09:44 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં લેન્ડિંગ સમયે વિમાનનું પૈડું તૂટવાની અને આગ લાગવાની ઘટના બનતા ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. આ ઘટનાનો વોડઓયઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં યાત્રિકોએ પોતાના અનુભવ પણ શેર કર્યા છે.

રિન એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનું હતું. પણ અચાનક વિમાનનો આગળનો લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયો. વિમાનનું પૈડું અચાનક તૂટી ગયું અને વિમાનમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી.

વ્હીલ તૂટી ગયા પછી ફ્લાઇટ ધ્રુજવા લાગી. આગ જોઈને વિમાનમાં સવાર 228 મુસાફરો અને ક્રૂ સભ્યોમાં ગભરાટ ફેલાઈ ગયો. મુસાફરોએ એક્સિડન્ટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ભલે ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ પણ ઇમરજન્સી લેન્ડિંગના ઘણા વીડિયો સામે આવ્યા છે. એરલાઇને પુષ્ટિ આપી કે મુસાફરો સુરક્ષિત છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતની તપાસ કરી રહ્યા છે.

ઇમરજન્સી ગેટમાંથી મુસાફરોને બચાવી લેવામાં આવ્યા

મુસાફરોને ઇમરજન્સી ગેટ પરથી બચાવી લેવામાં આવ્યા અને ટેક્સીવે પર ઉતારવામાં આવ્યા. ક્રેશ થયેલા વિમાનને બસ દ્વારા ટર્મિનલ લઈ જવામાં આવ્યું હતું. ફ્રન્ટિયર એરલાઇન્સે અકસ્માતની પુષ્ટિ કરી અને દેશવાસીઓને માહિતી આપી કે ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરાણ કરી લેવામાં આવી છે. બધા 228 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી.

વધુ વાંચો: Video ચીનમાં માણસ અને રોબોટ વચ્ચે રેસ, 21 કિલોમીટર લાંબી આ રેસમાં કોણ જીત્યું?

મુસાફરો એ જણાવી આપવીતી

મુસાફર મેલાની ગોન્ઝાલેઝ વ્હાર્ટને અકસ્માત સાથેના પોતાના અનુભવનું વર્ણન કર્યું. તેણે ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું કે તે પરિવાર સાથે ફ્લોરિડાથી પ્યુઅર્ટો રિકો જઈ રહી હતી. અને આ ફ્લાઇટ તેના માટે એક ભયાનક અનુભવ બની કારણ કે વિમાને લુઇસ મુનોઝ મારિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરવાનો પ્રયાસ કર્યો અને ક્રેશ થયું. થોડીવાર માટે એવું લાગ્યું કે બસ હવે તો મોત આવી ગયું છે. જ્યારે મે બારીમાંથી આ ઘટના જોઈ ત્યારે હું ધ્રુજી ગઈ હતી અને લાગ્યું હતું કે કદાચ આ અમારા જીવનની છેલ્લી ફ્લાઇટ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US flight news emergency landing frontier airlines
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ