બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / USમાં જૉબ કે અભ્યાસ માટે જઇ રહ્યાં છો? તો હવેથી એરપોર્ટ પર ફરજિયાત આ વસ્તુ ચેક કરાશે
Last Updated: 09:53 AM, 19 April 2025
મહત્વપૂર્ણ સમાચાર
ADVERTISEMENT
નોકરી કે અભ્યાસ માટે અમેરિકાની યાત્રા પર જનારાઓ માટે મહત્વની માહિતી છે. હવે જ્યારે તમે અમેરિકા પહોંચો છો ત્યારે તમારો મોબાઈલ ફોન કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચકાસણી કરવામાં આવશે. અધિકારીઓ ઈચ્છે તો તમારું ઉપકરણ ઘણા દિવસો સુધી પોતાની પાસે રાખીને તેની તપાસ પણ કરી શકે છે. સૌથી મુશ્કેલીની વાત એ છે કે જો તમે અધિકારીઓને પાસવર્ડ આપવાની ના પાડશો તો તમારું અમેરિકા પ્રવેશ રોકી શકાય છે.
એરપોર્ટ પર ચેકિંગ વધુ કડક
ADVERTISEMENT
અમેરિકા ખાતે હવે એરપોર્ટ પર ચેકિંગ વધુ કડક કરવામાં આવી રહી છે. અહીં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેવા કે મોબાઇલ ફોન અને લેપટોપની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ તપાસ કરવાની ના પાડે છે તો તેને યૂએસમાં પ્રવેશ મળતો નથી. હવે અમેરિકામાં માત્ર વીઝા ધારકો જ નહીં, પરંતુ ગ્રીન કાર્ડ ધરાવનારાઓને પણ તેમના ડિવાઇસની ચકાસણીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં, ગ્રીન કાર્ડ ધારકો પાસે અધિકારીઓને પોતાનો પાસવર્ડ ન આપવાનો વિકલ્પ હોય છે, પણ વિદ્યાર્થીઓ અને કામદારો માટે એ વિકલ્પ ઉપલબ્ધ નથી.
CBPની વેબસાઇટ પર મળશે માહિતી
એક રિપોર્ટ મુજબ, ઇમિગ્રેશન વકીલોએ જણાવ્યું છે કે અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ના અધિકારીઓ હવે મુસાફરોના ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તપાસ કરી રહ્યા છે. હાલ વધારે પડતી તપાસ સામાન્ય રીતે કરવામાં આવી રહી છે. આમ છતાં અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) અને અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) જેવી સંસ્થાઓએ લોકોની સરળતાથી સમજ થાય તે માટે પ્રશ્નોત્તરી પણ બહાર પાડી છે. CBPની વેબસાઇટ પર પણ આવી માહિતી ઉપલબ્ધ છે.
શું CBP અધિકારીઓને તમારા ડિવાઇસ ચેક કરવાનો અધિકાર છે?
હા, CBP પાસે યુએસમાં પ્રવેશ લેતા કોઈ પણ વ્યક્તિના મોબાઇલ, લેપટોપ, ટેબલેટ કે અન્ય ગેજેટ્સની ચકાસણી કરવાનો અધિકાર છે. ભલે એ વ્યક્તિનો કાનૂની દરજ્જો વિઝા, ગ્રીન કાર્ડ કે નાગરિકતા ધરાવનાર કંઈ પણ હોય. આ ચકાસણી એરપોર્ટ, બંદર કે જમીન માર્ગે થતી એન્ટ્રી દરમિયાન થઈ શકે છે. ખાસ વાત એ છે કે CBP આ ચકાસણી કોઈ પણ વોરન્ટ કે શંકા વિના પણ કરી શકે છે.
ચેકિંગ કઈ રીતે થાય છે?
CBP બે પ્રકારની ચકાસણી કરે છે:
જેમાં અધિકારીઓ ડિવાઇસમાં કોઈ પણ બાહ્ય સાધન વગર સીધી રીતે વિગતો ચકાસે છે. જો ડિવાઇસ અનલૉક છે અથવા તમે પાસવર્ડ આપો છો તો એ સ્થળ પર જ તપાસ થઈ શકે છે.
જેમાં અધિકારી ડેટા કૉપી કરવા, એનાલિસિસ કરવા કે વ્યાપક તપાસ માટે બાહ્ય સાધનનો ઉપયોગ કરે છે. આ પ્રકારની ચકાસણી માટે અધિકારી પાસે યોગ્ય શંકા હોવી જરૂરી છે અને કોઈ સિનિયર અધિકારીની મંજૂરી પણ લેવી પડે છે.
એડવાન્સ સર્ચમાં અધિકારીઓ પાસે ડિવાઇસ પાછું આપવાનું બાંધછોડ નથી. તેઓ ઇચ્છે તો ડિવાઇસને પાંચ દિવસ સુધી અથવા કેટલાક કેસમાં તો મહિના સુધી પણ રાખી શકે છે.
જો તમે પાસવર્ડ ન આપો તો શું થશે?
અમેરિકા માટે વિદેશી નાગરિકોને ઓછા અધિકાર મળે છે. જો વિઝા ધારક પાસવર્ડ આપવાનો ઈનકાર કરે તો એ વ્યક્તિને અમેરિકામાં પ્રવેશ ન મળવા શકે. ગ્રીન કાર્ડ ધરાવનારાઓને ઈમિગ્રેશન જજ સમક્ષ પોતાની વાત રાખવાનો હક હોય છે, એટલે પાસવર્ડ ના આપ્યા છતાં સીધું ગ્રીન કાર્ડ રદ્દ કરી શકાતા નથી.
વધુ વાંચો: હજારો ભારતીયોનું અમેરિકા જવાનું સપનું રોળાયું, ટ્રમ્પ પ્રશાસને લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય
વાત કરીએ ત્યાંનાં નાગરિકોની તો અમેરિકન નાગરિકોનો પ્રવેશ રોકી શકાય નહિ, પણ તેમ છતાં તેમનાં ડિવાઇસ જપ્ત કરી શકાય છે. ACLU સૂચવે છે કે શક્ય હોય તો યાત્રીઓએ પોતે જ પોતાના ડિવાઇસમાં પાસવર્ડ નાખવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.