બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પ સરકારે ફરી ભારતને આપ્યો ઝટકો! હવે વધી શકે છે ક્રૂડ ઓઇલના ભાવ, જાણો વૈશ્વિક પ્રભાવ

વિશ્વ / ટ્રમ્પ સરકારે ફરી ભારતને આપ્યો ઝટકો! હવે વધી શકે છે ક્રૂડ ઓઇલના ભાવ, જાણો વૈશ્વિક પ્રભાવ

Last Updated: 07:52 AM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આઆગામી 2 એપ્રિલ 2025થી વેનેઝુએલા દેશ પાસેથી ક્રૂડ ઓઇલ (તેલ) ખરીદનાર દેશ પર 25% જેટલો ટેરિફ વધુ લાગશે. ત્યારે તેની અસર શું ભારત પર પણ પડશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે 24 માર્ચના રોજ જાહેરાત કરી હતી કે વેનેઝુએલાથી ઓઇલ (તેલ)ખરીદનાર કોઈપણ દેશે અમેરિકા સાથેના વેપાર પર 25% ટેરિફ ચૂકવવો પડશે. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા રાજકીય અને આર્થિક તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું કે વેનેઝુએલા યુનાઇટેડ સ્ટેટ્સ અને અમે જે સ્વતંત્રતાઓને સમર્થન આપીએ છીએ તેના વિરોધમાં છે. તેથી કોઈપણ દેશ જે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદે છે તેણે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર પર 25% ટેરિફ ચૂકવવો પડશે.

અમેરિકાએ આ પગલું કેમ ભર્યું?

ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલા પર પહેલાથી જ અનેક પ્રતિબંધો મૂક્યા છે. તેમણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકારને માન્યતા આપી નથી. ટ્રમ્પે વેનેઝુએલા પર ગુનેગારોને અમેરિકા મોકલવાનો આરોપ લગાવ્યો હતો જેમાં ટ્રેન ડી અરાગુઆ ગેંગનો પણ સમાવેશ થાય છે. અમેરિકન સરકારે તેને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ બધા કારણોને લીધે ટ્રમ્પ વેનેઝુએલાને આર્થિક રીતે નબળું પાડવા પણ માંગે છે.

શું ભારત વેનેઝુએલાથી ઓઇલ આયાત કરે છે?

  • ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકાર દેશ છે અને વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે.
  • વેનેઝુએલાથી ભારતના તેલ આયાતના આંકડા પર નજર કરીએ તો તે આ મુજબ છે.
  • ડિસેમ્બર 2023માં ભારતે દરરોજ 191600 બેરલ (BPD) તેલ ખરીદ્યું હતું.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ: 127000 BPD
  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC): 37000 BPD
  • HPCL-મિત્તલ એનર્જી: 28000 BPD
  • જાન્યુઆરી 2024 : ભારતની આયાત વધીને 254000 બેરલ પ્રતિ પાઉન્ડ થઈ જે વેનેઝુએલાના કુલ તેલ નિકાસના 50 ટકા જેટલું છે.
  • એટલે હવે ટ્રમ્પની આ જાહેરાત પછી જો ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ આયાત કરવાનું ચાલુ રાખશે તો તેણે અમેરિકા સાથેના વેપાર પર 25 ટકા વધારાની ડ્યુટી ચૂકવવી પડી શકે છે.

ટ્રમ્પના ટેરિફની વૈશ્વિક અસર

ભારતને વેનેઝુએલાથી સસ્તું તેલ મળે છે. જો ટેરિફ લાગુ કરવામાં આવે તો ભારતને સાઉદી અરેબિયા, ઇરાક અથવા રશિયા પાસેથી તેલ ખરીદવું પડી શકે છે. આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. અમેરિકાના આ નિર્ણયથી તેલના ભાવ વધી શકે છે. ચીન અને તુર્કી જેવા દેશો પણ પ્રભાવિત થઈ શકે છે. અને વેનેઝુએલાને પણ નવા તેલના ગ્રાહક દેશ શોધવા પડી શકે છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની વહુ સાથે ઈશ્ક લડાવી રહ્યો છે આ દિગ્ગજ ખેલાડી, 120 મહિલાઓ સાથે અફેર

વેનેઝુએલા-અમેરિકાના સંબંધો વધુ બગડશે

વેનેઝુએલા પહેલાથી જ યુએસના પ્રતિબંધો હેઠળ છે. નવા ટેરિફથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થશે. ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ 2 એપ્રિલ 2025 ના રોજ લાગુ કરવામાં આવશે. આ બાબતે ટ્રમ્પે કહ્યું કે અમારી હોમલેન્ડ સિક્યુરિટી, બોર્ડર પેટ્રોલ અને અન્ય એજન્સીઓને આ નિર્ણયની જાણ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Venezuela India Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ