બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 02:20 PM, 6 July 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમગ્ર વિશ્વના દેશોને આપવામાં આવેલી પારસ્પરિક ટેરિફ મુક્તિ 9 જુલાઈ 2025ના રોજ સમાપ્ત થવા જઈ રહી છે. આ સમયસીમા પૂરી થાય તે પહેલા જ અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટથી લગભગ 100 દેશોની આયાત પર 10% નો નવો ટ્રમ્પ ટેરિફ લાગુ પડશે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે આ જાહેરાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ પગલું વૈશ્વિક વેપારની વ્યૂહરચનામાં મોટા ફેરફારના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સ્કોટ બેસન્ટે કહ્યું કે આ ટેરિફ દરેક એવા દેશમાં લાગુ પડશે, જે અમેરિકા સાથે હાલ વાટાઘાટો કરી રહ્યા છે. ટેરિફના દાયરા હેઠળ લગભગ 100 દેશો આવશે અને દરેક પર ઓછામાં ઓછો 10% ટેરિફ લાગુ થશે. આ પગલું ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ‘બેઝલાઇન ટેરિફ’ના ભાગરૂપે લેવામાં આવ્યું છે, જે અમેરિકન નિકાસ માટે અનુકૂળ શરતો ઉભી કરવા માટે છે.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે 12 દેશો માટે 'ટેરિફ બોમ્બ' તૈયાર કર્યો છે, જેની જાહેરાત સોમવારે થઈ શકે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓએ આ દેશો માટે વેપાર સંબંધિત પત્રો પર હસ્તાક્ષર કરી દીધા છે અને આ પત્રો 'ટેક ઈટ યા લિવ ઈટ' તત્વાધિકાર સાથે મોકલવામાં આવશે. જોકે ટ્રમ્પે હજુ સુધી આ દેશોના નામ જાહેર નથી કર્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ભારત, જાપાન અને યુરોપિયન યુનિયનના નામ દર્શાવતાં સંકેત આપ્યો છે. ખાસ કરીને ભારત માટે, 26% ટેરિફ શ્રેણી અને પહેલા આપવામાં આવેલી મુક્તિ પણ 9 જુલાઈએ જ સમાપ્ત થઈ રહી છે. જો ત્યાં સુધી કોઈ વચગાળાનો સોદો ન થાય તો ભારત પર સીધી અસર પડી શકે છે.
ADVERTISEMENT
ભારત અને અમેરિકાને વચ્ચેની વાટાઘાટો હાલમાં અધૂરી રહી છે. ભારત ચામડા, રત્નો અને કાપડ જેવા ક્ષેત્રોમાં વધુ માર્કેટ એક્સેસ માંગે છે, જ્યારે અમેરિકા ભારતને કૃષિ અને ડેરી ક્ષેત્રો ખોલવા માટે દબાણ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે હજુ સુધી કોઈ સમજૂતી થયેલી નથી અને ભારતના પ્રતિનિધિઓ તાજેતરમાં વિના કરાર વોશિંગ્ટનથી પરત ફર્યા હતા. આ નિર્ણયનો વૈશ્વિક વેપાર પર ઘણો ગહન અસર પડવાનો છે અને ભારતમાં તેના રાજકીય તથા આર્થિક પરિણામો અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
શું યુદ્ધની શરૂઆત / ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.