બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:32 AM, 15 March 2025
સ્પેસએક્સે શનિવારે સવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે તેનું ક્રૂ-10 મિશન લોન્ચ કર્યું. આ મિશન નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવા તરફ એક મોટું પગલું છે. ક્રૂ-૧૦ ના ચાર અવકાશયાત્રીઓ કૂ-૯ અવકાશયાત્રીઓને મદદ કરશે, જેમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
4 અવકાશયાત્રીઓને આઇએસએસમાં મુકાશે
મિશ આ અઠવાડિયાની શરૂઆતમાં થવાનું હતું, પરંતુ ટેકનિકલ સમસ્યાઓ અને ત્યારબાદ લોન્ચ વિસ્તારમાં ભારે પવનને કારણે મિશનમાં વિલંબ થયો. ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ વહન કરતું સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ 15 માર્ચ, શનિવારના રોજ સાંજે 4:33 વાગ્યે ભારતીય સમય મુજબ ઉડાન ભરી. આ મિશન નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામનો એક ભાગ છે અને તે ચાર નવા અવકાશયાત્રીઓને ISS પર લાવશે. આમાં NASAના એન મેકક્લેન અને નિકોલ આયર્સ, JAXAના ટાકુયા ઓનિશી અને રોસકોસ્મોસના કિરિલ પેસ્કોવના નામ શામેલ છે.
ADVERTISEMENT
19 માર્ચ પહેલા સ્પેસમાંથી નિકળશે
જ્યારે ક્રૂ-૧૦ અવકાશયાત્રીઓ ISS પર પહોંચશે, ત્યારે તેઓ સુનિતા વિલિયમ્સ, નિક હેગ, બુચ વિલ્મોર અને રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સહિત વર્તમાન ક્રૂનું સ્થાન લેશે. જો ફ્લોરિડાના દરિયાકાંઠે હવામાન અનુકૂળ રહે તો, ક્રૂ-9 ટીમ બુધવાર, 19 માર્ચ પહેલાં ISS થી રવાના થવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે જૂન 2024 માં ઉડાન ભરેલા બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં સમસ્યાઓના કારણે સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર સાથે લાંબા સમય સુધી ISS માં રહ્યા હતા.
આ પણ વાંચોઃ USની કોર્ટે ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! આ કેસમાં સંભાળવ્યો મોટો નિર્ણય, હવે રાષ્ટ્રપતિ શું કરશે?
સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ગયા હતા. તેણી એક અઠવાડિયા પછી પરત ફરવાની હતી, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે, તે ત્યાં જ અટવાઈ ગઈ. બંને અવકાશયાત્રીઓ બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.