બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ક્યારેય તારાને બ્લાસ્ટ થતો જોયો છે? 79 વર્ષ બાદ પ્રથમવાર અંતરિક્ષમાં સર્જાવા જઇ રહ્યો છે અદભુત નજારો
Last Updated: 05:40 PM, 21 March 2025
અંતરીક્ષની ઘટનાઓને લઈને ઉત્સુક રહેતા લોકો માટે એક ખૂબ જ રોમાંચક ખબર સામે આવી છે. આ ખબર તારાઓની દુનિયાની છે. હકીકતમાં આવતા અઠવાડિયા ધરતીથી 3000 પ્રકાશ વર્ષ દૂર એક તારો વિસ્ફોટ થઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે આ શાનદાર નજારો આંખોથી પણ જોઈ શકાશે. શોધકર્તાઓનું માનીએ તો આવતા અઠવાડિયે આ સંયોગ બનવા જઈ રહ્યો છે જ્યારે 1946 બાદ પહેલી વાર લોકો આને જોઈ શકશે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે ટી કોરોના ઉત્તરી ક્રાઉન તારામંડળનો એક તારો છે. માહિતી અનુસાર, ટી કોરોના બોરેલીસ બાઈનરી સ્ટાર સિસ્ટમ દર 80 વર્ષમાં ઘણું ચમકીલું થઈ જે છે, જે બાદ આમાં એક શાનદાર વિસ્ફોટ થાય છે. આ ઘટના છેલ્લે 1946માં બની હતી.
ADVERTISEMENT
SETI સંસ્થાનમાં ખગોળશાસ્ત્રી ફ્રેન્ક માર્ચિસ અને યુનિસ્ટેલરના સહ-સંસ્થાપકે જણાવ્યું છે કે છેલ્લા સપ્ટેમ્બરથી તારાની વિસ્તૃત શોધથી આ ઘટનાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અનુમાન જણાવે છે કે લાંબા સમયથી પ્રતિક્ષિત નોવા ગુરુવાર, 27 માર્ચે વિસ્ફોટ કરશે અને પછી અને નરી આંખે જોઈ શકાશે. આશા છે કે આ નોર્થ સ્ટાર સમાન ચમકશે. રિકોર્ડ દર્શાવે છે કે ટીસીઆરબી 1787, 1866 અને 1946 માં વિસ્ફોટ થયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ જીવનમાં એક વાર બનેલી કોસ્મિક ઘટનાને પ્રત્યક્ષ જોવાની, પોતાને પ્રશ્નો પૂછવાની અને ડેટા એકત્રિત કરવાની એક શ્રેષ્ઠ તક છે.
ADVERTISEMENT
વધુ વાંચો:ઇન્ડોનેશિયામાં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ, 8 કિલોમીટર ઉંચે ઉડી રાખ, ફ્લાઇટો રદ્દ
તારાઓ કેવી રીતે ફૂટે છે?
ટી કોરોના બોરેલિસ એક બાઈનરી સ્ટાર સિસ્ટમ છે જે નોર્ધન ક્રાઉન તારામંડળમાં સ્થિત છે, જે ધરતીથી લગભગ 3,000 પ્રકાશ વર્ષ દૂર છે. જે તારાનો વિસ્ફોટ થવાનો છે, તે એક બાયનરી સિસ્ટમનો ભાગ છે. આમાં બે તારા છે રેડ જાયન્ટ તારો અને એક વાઇટ ડ્વાર્ફ. આ મામલામાં મોટો તારો વાઈટ ડ્વાર્ફ તારાની સપાટી પર તેની સામગ્રી જમા કરી રહ્યો છે કારણ કે બંને તારા એકબીજાની ખુબ નજીક ભ્રમણ કરી રહ્યા છે. આ સામગ્રીના સંચયને કારણે, વાઈટ ડ્વાર્ફ તારાનું તાપમાન વધી રહ્યું છે. આખરે આ વાઇટ ડ્વાર્ફમાં થર્મોન્યુક્લિયર વિસ્ફોટનું કારણ બને છે. આ વિસ્ફોટના પરિણામે સામાન્ય રીતે અદ્રશ્ય તારો પૃથ્વી પરથી નરી આંખે દૃશ્યમાન બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.