બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સે કેમ વાળ ખુલ્લા રાખેલા? કંઇક આવું છે તેની પાછળનું સાયન્સ

જાણવા જેવું / અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સે કેમ વાળ ખુલ્લા રાખેલા? કંઇક આવું છે તેની પાછળનું સાયન્સ

Last Updated: 11:55 AM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આજે વહેલી સવારે પરત આવી ગયા છે. આ બંનેએ નવ મહિના જેટલો સમય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિતાવ્યો હતો. તે દરમિયાન બંને અલગ-અલગ પ્રવૃતિઓમાં વ્યસ્ત હતા. પણ તે વચ્ચે શું તમે વિચાર્યું છે કે સુનિતા વિલિયમ્સ ISSમાં કેમ તેમના વાળ હંમેશા ખુલ્લા રાખતા હતા? આની પાછળ કોઈ શું હોઇ શકે છે કારણ ચાલો જાણીએ.

સુનિતા વિલિયમ્સ 9 મહિના જેટલું અવકાશમાં રહ્યા અને આ દરમિયાન તેમણે ઘણા બધા રિસર્ચ પણ કર્યા. પણ જેમ આપણે સામાન્ય લોકોને કોઈ કામ કરતી વખતે ક્યારેક ખુલ્લા વાળ વચ્ચે નડતાં હોય છે તો સવાલ એ થાય કે સુનિતા વિલિયમ્સને તેમના કામ દરમિયાન ખુલ્લા વાળના લીધે કોઈ હેરાનગતિ નહીં થઈ હોય? તેઓ હંમેશા કેવી રીતે વાળ ખુલ્લા રાખી શકતા હતા? આ પાછળ વિજ્ઞાન શું છે? અવકસ્મા વાળનું ધ્યાન કેવી રીતે રાખવાંમાં આવે છે. ચાલો સમજીએ.

અવકાશમાં વાળ ખુલ્લા કેમ રાખી શકાય છે?

  • કેટલાક અવકાશયાત્રીઓ તેમના વાળ નીચે ખુલ્લા રાખવાનું પસંદ કરે છે કારણ કે તે પૃથ્વી પરની જેમ તેમના ચહેરા પર નથી આવતા જેના કારણે ઓછી અગવડતા થાય છે.
  • સુનિતા વિલિયમ્સને પણ અવકાશમાં વાળ ખુલ્લા રાખવા ગમતા હતા.
  • અવકાશમાં માઇક્રોગ્રેવીટીના લીધે વાળને બાંધવાની જરૂર પડતી નથી. કારણ કે તે હવામાં ઊડે છે અને તમને કોઈ કામમાં નડતર રૂપ થતાં નથી
  • આના કારણે, કોઈપણ ફોમ વગરના શેમ્પૂ વિના વાળ ધોઈ શકાય છે. અને વાળ સુકવવા માટે કોઈ હેયર ડ્રાયરની જરૂર રહેતી નથી
  • એવું કહેવાય છે કે વેન્ટિલેશન સિસ્ટમ વાળ સૂકવવામાં મદદ કરે છે. અને જાતે જ વાળ સુકાઈ જાય છે

વધુ વાંચો: સમુદ્રમાં લેન્ડ થતા જ સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિન્સે કર્યું સ્વાગત, એલોન મસ્કે શેર કર્યો વીડિયો

જુઓ અવકાશમાં કેવી રીતે થાય છે હેયર કેર

આ પહેલા વર્ષ 2013 માં નાસા અવકાશયાત્રી કરેન નાયબર્ગે ISSની વિઝિટ દરમિયાન YouTube પર એક વીડિયો રેકોર્ડ કરીને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં લાંબા વાળ કેવી રીતે ધોયા તે બતાવ્યું હતું. તેણે કહ્યું હતું કે "મને જે કરવાનું ગમે છે તે એ છે કે થોડું ગરમ ​​પાણી લેવું તેને મારા માથા પર સ્પ્રે કરવું. અને મારી પાસે એક અરીસો છે જેથી હું જોઈ શકું કે હું શું કરી રહી છું"

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sunita Williams Hair Care in Space Space
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ