વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા પ્રવાસીઓનો ઘસારો

By : krupamehta 11:19 AM, 05 November 2018 | Updated : 11:19 AM, 05 November 2018
નર્મદા જિલ્લામાં દુનિયાનું સહુથી મોટું સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યું છે ત્યારે અહીં હજારોની સંખ્યામા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ બાદ આજે 3 દિવસમાં  15000 પ્રવાસીઓ એ સ્ટેટ્યૂ નિહાળ્યું છે અને જે પ્રવાસીઓ થકી નિગમ ને 50 લાખ રૂપિયાની આવક થઈ છે. 

પ્રવાસીઓ ને કોઈ તકલીફ ના પડે એ માટે તંત્રએ સાવધાની રાખવાની શરૂઆત કરી છે. પ્રવાસીઓ આવે એટલે તેમને પોતાનું વાહન ભારત ભવન પાસે બનેલા પાર્કિંગમાં મુકવાનું હોય છે અને અહીં થી બસ માં સ્ટેટ્યૂ પાસે જવાનું હોય છે અને આ બસ માં 30 રૂપિયા ભાડું પણ આપવાનું હોય છે. હાલ અહીં 30  જેટલી લકઝરી બસો છે. 

પરંતુ પ્રવાસીઓ ના ધસારા ને પહોંચી વળવા  નર્મદા જિલ્લા કલેકટરે નિગમની વધુ 30 બસો મૂકી પ્રવાસીઓ પાસે વસુલાતા 30 રૂપિયા હાલ પૂરતા માફ કર્યા છે હવે પ્રવાસીઓ પોતાનું વાહન પાર્કિંગમાં મૂકી બસ મારફતે સીધાજ સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી વિનામૂલ્યે જઈ શકશે.

પ્રવાસીઓ ને રૂપિયા 30 ની હાલ પૂરતું રાહત પણ મળશે સાથે પ્રવાસીઓ ને રહેવા માટે ટેન્ટ સીટી બનાવવા આવી છે. જેમાં એસી નોન એસી ટેન્ટ બનવવા આવ્યા છે જે પણ દિવાળીના મિનિવેકેશન માં લાભ પાંચમ સુધી તમામ 250 ટેન્ટ બુક થઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા પણ રોજ ના 15000 હજાર પ્રવાસીઓ ઉમટશે એવું જણાવવા માં આવ્યું છે. 

ત્યારે અહીં આવતા પ્રવાસીઓમાં પણ જિલ્લા કલેકટર દ્વારા જે 30 રૂપિયા ની રાહત અને તમામ પ્રકાર ની સુવિધાઓ મળતા પ્રવાસીઓમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.Recent Story

Popular Story