બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બ્લેક સીમાં યુદ્ધવિરામ, યુક્રેનમાં બંધ થશે હુમલા... પુતિન-ઝેલેન્સકીએ માની ટ્રમ્પની વાત
Last Updated: 06:32 AM, 26 March 2025
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે એક નવો વળાંક આવ્યો છે. યુક્રેનિયન વિદેશ મંત્રી રુસ્તમ ઉમરોવે મંગળવારે (25 માર્ચ, 2025) જણાવ્યું કે રશિયા અને યુક્રેન એકબીજાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાનું બંધ કરવા માટે સંમત થઈ ગયા છે. તેમણે ફેસબુક પર પોસ્ટ કરીને આ માહિતી આપી.
ADVERTISEMENT
તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી, જેમાં તેમણે બંને દેશો (રશિયા-યુક્રેન) ને 30 દિવસ માટે એકબીજાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા બંધ કરવા માટે કહ્યું હતું. આ બેઠક પછી, ઝેલેન્સકીએ પણ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.
ADVERTISEMENT
બ્લેક સીમાં પણ યુદ્ધવિરામ
વ્હાઇટ હાઉસના એક નિવેદન અનુસાર, સાઉદી અરેબિયામાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળો સાથેની વાતચીત બાદ અમેરિકાએ પ્રતિબંધો લાગુ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, વ્હાઇટ હાઉસે માહિતી આપી છે કે પુતિન અને ઝેલેન્સકી હવે બ્લેક સીમાં યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની વીડિયો મીટિંગ પછી આ કરાર થયો, જેમાં બંને નેતાઓએ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: 'PoKને ખાલી...', UNSCમાં પાકિસ્તાનને ભારતની ખુલ્લી ચેતવણી, જુઓ શું કહ્યું
અમેરિકાએ રશિયાને આપ્યું વચન
અમેરિકાએ કૃષિ અને ખાતર નિકાસ માટે વૈશ્વિક બજારોમાં રશિયાની પહોંચને સરળ બનાવવા, દરિયાઈ વીમા ખર્ચ ઘટાડવા અને આ વ્યવહારો માટે બંદરો અને ચુકવણી પ્રણાલીઓ સુધીની પહોંચમાં સુધારો કરવાનું પણ વચન આપ્યું. યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વરિષ્ઠ નિર્દેશક એન્ડ્રુ પીક અને વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારી માઈકલ એન્ટોન દ્વારા કરવામાં આવ્યું.
રશિયન પ્રતિનિધિમંડળમાં ફેડરેશન કાઉન્સિલની આંતરરાષ્ટ્રીય બાબતો સમિતિના અધ્યક્ષ ગ્રિગોરી કારાસિન અને ફેડરલ સુરક્ષા સેવા (FSB) ના ડિરેક્ટર એલેક્ઝાન્ડર બોર્ટનિકોવના સલાહકાર સેરગેઈ બેસેડા સામેલ હતા. આ વાતચીત યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ કરાર લાવવાના પ્રયાસમાં યુએસ પ્રમુખ ટ્રમ્પનું એક મોટું પગલું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.