દેશમાં મહારાષ્ટ્રને કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં 57 નવા મોતની સાથે મૃતકોની સંખ્યા 50,027 પહોંચી છે. આ સાથે મહારાષ્ટ્ર કોરોનાના કારણે 50 હજારથી પણ વધારે મોતનો આંક ધરાવતું દુનિયાનું પહેલું રાજ્ય બન્યું છે.
મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના મોતથી બન્યો વિશ્વ રેકોર્ડ
કુલ મૃતકોની સંખ્યા 50,027 પહોંચી
મહારાષ્ટ્ર બાદ અમેરિકાના ન્યૂયોર્કનો નંબર બીજા ક્રમે આવે છે. અહીં અત્યાર સુધીમાં 39,298 મોત થયા છે. એટલું નહીં મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યામાં સ્પેનની નજીક પહોંચ્યું છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 51, 874 લોકોના મોત કોરોનાથી થયા છે.
24 કલાકમાં આવ્યા 3581 કોરોનાના નવા કેસ
Maharashtra reports 3581 new #COVID19 cases, 2401 discharges and 57 deaths today.
Total cases 19,65,556
Total recoveries 18,61,400
Death toll 50,027
રાજ્ય સરકારની તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર શનિવારે રાજ્યમાં 3581 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 2401 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં અહીં 19 લાખ 65 હજાર 556 લોકો સંક્રમણમાં આવી ચૂક્યા છે. તેમાંથી 18 લાખ 61 હજાર અને 400 લોકો સાજા થયા છે તો 52 હજાર 960 દર્દીઓ એવા છે જેમની સારવાર હજુ પણ ચાલી રહી છે.
પોઝિટિવીટિ રેટ ઘટીને 5.79 ટકા થયો
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના પોઝિટિવિટી રેટમાં ઘટાડો આવ્યો છે. દેશમાં સક્રિય કેસ 2.15 ટકા રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં પોઝિટિવીટિ રેટ 8.93 ટકાથી ઘટીને 5.79 ટકા થયો છે. આ સાથે ભારતમાં બ્રિટનથી આવી રહેલા નવા સ્ટ્રેનથી સંક્રમિતોની સંખ્યા 90 સુધી પહોંચી છે.
દેશમાં કુલ 1.04 કરોડ કેસ
દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ અને 4 લાખ 49 હજાર 964 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. રાહતની વાત એ છે કે તેમાંથી એક કરોડ 73 લાખ 593 લોકો સાજા પણ થયા છે. એક લાખ 51 હજાર 22 દર્દીઓના મોત થયા છે. આ સમયે 2 લાખ 21 હજાર અને 37 દર્દીઓની સારવાર ચાલી રહી છે જે કુલ પોઝિટિવિટી કેસમાં ફક્ત 2.15 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી કહેવાયું છે કે સાજા થયેલા અને સક્રિય કેસની વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.