બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:42 PM, 10 November 2024
આખી દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ આવેલી છે જેના રહસ્યો આજ સુધી વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. આવી જ એક જગ્યા એમેઝોનના જંગલોમાં વહેતી નદી છે આ નદીનું પાણી હંમેશા ઉકળતું રહે છે. આ નદીને ત્યાંનાં લોકો બૉઈલિંગ રિવર કહે છે અને વૈજ્ઞાનિકો તેને થર્મલ રિવર કહે છે.
ADVERTISEMENT
એમેઝોનના જંગલમાં રહેતા આદિવાસીઓ આ નદીને લા બોમ્બા પણ કહે છે, જ્યારે કેટલાક લોકો આ નદીને મયંતુયાકુ પણ કહે છે. પ્રાચીન સમયમાં આ નદીને શનાય-ટિમ્પિશકા પણ કહેવામાં આવતી હતી. એવું કહેવાય છે કે આ નદીનું પાણી 80-100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળતું રહે છે અને આ તાપમાન એટલું વધારે છે કે જો આ નદીમાં જો ભૂલથી કોઈ પડી જાય તો તે જીવતું બચતું નથી.
ADVERTISEMENT
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ નદીની આસપાસ કોઈ જ્વાળામુખી નથી. આ નદીની સૌથી નજીક જે જ્વાળામુખી છે તે પણ લગભગ 700 કિલોમીટર દૂર છે. આવી સ્થિતિમાં જ્વાળામુખીના કારણે નદીનું પાણી ઉકળતું નથી. તો પછી પાણી કેમ ઉકળે છે? તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
પેરુ પાસે આવેલ એમેઝોનના જંગલના એક ભાગમાં આ નદી આવેલી છે અને તેની શોધ વર્ષ 2011માં આન્દ્રે રુજોએ કરી હતી. આ નદી લગભગ 7 કિલોમીટર લાંબી છે, 80 ફૂટ પહોળી અને ઊંડાઈ 16 ફૂટ સુધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.