સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ વિશ્વનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર છે. એશિયાટિક સિંહોના સંવર્ધનમાં પ્રથમ નંબરે છે. ત્રણ મહિના લોકડાઉન દરમ્યાન 6 અલગ અલગ સિંહણ એ 21 બચ્ચા ને જન્મ આપ્યો છે. જેમાં ત્રણ બચ્ચાનું કુદરતી મોત થયું અને હાલ 18 બચ્ચા ઝુ માં તેમની માતા સાથે તંદુરસ્ત જીવન વિતાવી રહ્યા છે. દુનિયાના દેશો માં અને ભારત ના અનેક રાજ્યોમાં ઝુ એ એશિયાટિક સિંહો આપવામાં આવ્યા જુવો વિટીવી નો ખાસ અહેવાલ
વિશ્વનું પ્રથમ નંબર નું એશિયાટિક સિંહોનું સંવર્ધન સેન્ટર
વિશ્વનું પ્રથમ નંબર નું એશિયાટિક સિંહોનું સંવર્ધન સેન્ટર એટલે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે. હાલ છેલ્લા ત્રણ મહિના ના લોકડાઉન ના સમય દરમ્યાન અલગ અલગ 6 જેટલી સિંહણોએ 21 બચ્ચા ને જન્મ આપ્યો છે. જે પૈકી ના 21 માંથી ત્રણ બચ્ચા નો કુદરતી રીતે મોત થયા અને હાલ 18 જેટલા બચ્ચા જીવિત છે સારી તંદુરસ્તી ધરાવે છે. ખાસ માવજતની વાત કરીએ તો, સિંહણ જ્યારે બચ્ચાને જન્મ આપે ત્યારબાદ તેમને પ્રથમ નાના રૂમમાં ત્યારબાદ મોટા થાય એટલે સ્પેસ વધારતી જવી પડે તે રીતે અલગ જગ્યા એ રાખવામાં આવે છે.
સિંહોનું બ્રિડિંગ કેવી રીતે થાય છે?
સિંહોનું બ્રિડિંગ સક્સેસ ફૂલ થાય તેમની પાછળના કારણો ખાસ તો તેમના ખોરાકનું પરિબળ છે. સિંહના શરીરમાં બ્રિડિંગ ની સાયકલ જળવાય રહે સિંહણને 1500 સ્કવેર મીટર જેટલી જગ્યા માં બ્રિડિંગ દરમ્યાન રાખવામાં આવે છે. અનેક આવા નાના પરિબળો બ્રિડિંગ માટે ધ્યાન માં લેવા પડે કોઈપણ સિંહણ ને એક જગ્યા એ રાખવામાં આવતા નથી જો એક જગ્યા એ રાખવામાં આવે તો તેમના વર્તનમાં ફેરફાર દેખાય માટે તેમને અલગ અલગ પ્રકારના મીટ આપવામાં આવે સિંહો ને બફેલો મીટ આપ્યું તો ફરી તેને ચિકન નું મીટ આમ અલગ અલગ ખોરાક આપવામાં આવે એટલે તેમને જંગલ નો અહેસાસ થઈ શકે.
જંગલ જેવું વાતાવરણ ઉભુ કરવા સુંગધનો ઉપયોગ
જંગલ માં રહેતા વન્ય પ્રાણી કે હરણ જંગલ સૂંઘતા હોય છે આવો અહેસાસ કરવામાં માટે ઝુમાં પણ ઝાડના થડ ઉપર કે બીજી જગ્યા એ પાંજરામાં અલગ અલગ સ્મેલ સૂંઘવા માટે લગાડવામાં આવે છે. આ તમામ પરિબળો થી બ્રિડિંગ સફળ રહ્યુ છે.
બ્રિડિંગ થયેલા વન્ય પ્રાણી ને ડિસ્પ્લે માં રાખવામાં આવતા નથી
સક્કરબાગ ઝુમાં જ્યારે સિંહણ પ્રેગનેટ થઈ જાય ત્યારબાદ તેમને કોઈપણ ખલેલ ના થાય તેના ભાગ રૂપે તેના રૂમમાં સીસીટીવી ગોઠવવીને મોનિટરીંગ કરવામાં આવે છે. 24 કલાક તેનું મોનીટરીંગ કરવામાં આવે છે. તમામ રેકોર્ડિંગ ચાલુ રાખવામાં આવે છે. બ્રિડિંગ થયેલા વન્ય પ્રાણી ને ડિસ્પ્લે માં રાખવામાં આવતા નથી કારણ કે તે પ્રેગનેટ હોય એટલે તેમના ઉપર ઘણી અસર પડે છે. એટલે આવા પ્રાણી ને ઓફ ડિસ્પ્લે માં રાખવામાં આવે છે. વિઝીટર ને જોવા માટે રાખવામાં આવતા નથી. ત્રણ મહિના ના બચ્ચા થાય ત્યાં સુધી તેમના ઉપર સીસીટીવી થી સતત મોનીટરીંગ કરવામાં આવે છે.
દુનિયા ના 5 જેટલા દેશમાં 17 જેટલા સિંહો આપવામાં આવ્યા
જૂનાગઢ ના સક્કરબાગ ઝુ ના ઇતિહાસ ની જો વાત કરવામાં આવે તો સક્કરબાગ ઝુ બ્રિડિંગ સેન્ટર માંથી અલગ અલગ જગ્યા એ એશિયાટિક સિંહો આપવામાં આવ્યા છે જેમાં ભારત દેશના 15 રાજ્યોના ઝુ માં 188 જેટલા સિંહો આપવામાં આવ્યા છે અને દુનિયા ના 5 જેટલા દેશમાં 17 જેટલા સિંહો આપવામાં આવ્યા છે જેમ લંડન પ્રાગ હેલસિન્કી સ્વીઝરલેન્ડ જેવા દેશો માં એશિયાટિક સિંહો આપવામાં આવ્યા છે.
ગીરની આગવી ઓળખ એટલે ગિરનો સિંહ
ગીરની આગવી ઓળખ એટલે ગિરનો સિંહ એટલે દેશ અને દુનિયામાં એશિયાટિક સિંહોના સંવર્ધન માં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રથમ બ્રિડિંગ સેન્ટર તરીકે દુનિયા માં સ્થાન ધરાવે છે દેશ અને વિદેશ થી લોકો ખાસ એશિયાટિક સિંહો જોવા ગીરમાં આવે છે માટે સિંહોનું ઘર એટલે જૂનાગઢ ગીર.