બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 PM, 14 May 2025
રજાઓમાં પૈસા બચાવવા માટે પર્યટક હવે એવી જગ્યા પસંદ કરી રહ્યા છે, જ્યાં તે ચાલી શકે. "કમ્પેર ધ માર્કેટ" ના એક નવા અભ્યાસમાં વિશ્વના સૌથી વધુ ચાલવા યોગ્ય શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જર્મન શહેર મ્યુનિક પ્રથમ સ્થાને છે. મ્યુનિકે મિલાન અને પેરિસ જેવા મોટા શહેરો કરતાં સારું પર્ફોમન્સ આપ્યું કારણ કે ત્યાં ચાલીને ફરવું સરળ છે.
ADVERTISEMENT
એક સ્ટડી અનુસાર, મ્યુનિકની 1.6 મિલિયન વસ્તીમાંથી 86% લોકો કાર-મુક્ત જગ્યાઓથી માત્ર 1 કિલોમીટર દૂર રહે છે. ઉપરાંત, 85% લોકો હોસ્પિટલો અને સ્કૂલોની નજીક રહે છે. આ બતાવે છે કે મ્યુનિક કેટલું યાત્રીઓ માટે અનુકૂળ છે.
વધુ વાંચો: ભારતની પાકિસ્તાન બાદ વધુ એક દેશ પર 'ડિજિટલ સ્ટ્રાઇક', સરકારી અખબારનું X એકાઉન્ટ કર્યું બ્લોક
ADVERTISEMENT
મ્યુનિખના ખાસ સ્થળ
મ્યુનિકમાં ઘણા મુખ્ય સ્થળો એકબીજાની નજીક છે. મેરીએનપ્લાટ્ઝ સ્ક્વેર એક ઐતિહાસિક સ્થળ છે જ્યાં સુંદર ઇમારતો અને રાથૌસ-ગ્લોકેનસ્પીલ ઘડિયાળ છે. આ ઘડિયાળ દરરોજ મ્યુનિકના ઇતિહાસની વાર્તાઓ ર્શાવતા કાર્યક્રમો રજૂ કરે છે. ફ્રાઉએનકિર્ચ ચર્ચ અહીંથી માત્ર પાંચ મિનિટ ચાલીને આવેલું છે. તે ગોથિક શૈલીનું ચર્ચ છે જેમાં બે ટાવર છે અને અંદર એક રહસ્યમય શેતાનના પગની છાપ છે. આઠ મિનિટની ચાલ તમને રેસિડેન્ઝ મ્યુનિક લઈ જશે. આ જૂનો શાહી મહેલ છે, જેમાં કલા, શાહી ખજાના અને ભવ્ય ઓરડાઓ છે.
પ્રકૃતિ અને બીયરની મજા
શહેરથી થોડો આરામ જોઈએ છે? તો ઇંગ્લિશ ગાર્ડન નજીકમાં છે. આ વિશાળ ઉદ્યાન લીલાછમ દૃશ્યો, શાંતિ અને સર્ફરવેલમાં સર્ફિંગ કરવાની તક આપે છે. ટુરિસ્ટ બીયર ગાર્ડનમાં સ્થાનિક બીયરનો આનંદ માણી શકે છે, જેની કિંમત લગભગ 4 યુરો છે. મ્યુનિક પહોંચવું પણ સરળ છે. સ્કાયસ્કેનર અનુસાર, ભારતના બેંગલુરુથી મ્યુનિક એરપોર્ટ સુધીની વન-સ્ટોપ ફ્લાઇટ ઉપલબ્ધ છે, જે ફક્ત 21,500 રૂપિયામાં ઉપલબ્ધ છે.
અન્ય પગપાળા વાળા શહેર
મિલાન, વોર્સો, હેલસિંકી અને પેરિસ પણ લિસ્ટમાં ટોપ 5 માં છે. બીજી બાજુ, મનીલા, મોટી સંખ્યામાં કાર ટ્રાફિક અને સલામત ચાલવાના રસ્તાઓના અભાવને કારણે, પગપાળા જવાનું સૌથી ઓછું સુલભ શહેર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.