બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:00 AM, 24 May 2025
દુનિયા પર પહેલા ઈંડું આવ્યું કે મરઘી? આ પ્રશ્ન બાળપણથી જ ચર્ચાનો વિષય છે. અમુક લોકો કહે છે કે પહેલા મરઘી આવી હશે, જ્યારે અમુકનું માનવું છે કે ઈંડું આવ્યું. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે આનો યોગ્ય જવાબ શોધી રહ્યા છો, તો ચાલો આના વિશે જાણીએ.
ADVERTISEMENT
હકીકતમાં આખી દુનિયાના બધા જ ઈંડા મિક્સ કરીને જોઈએ તો ઈંડા પહેલા આવ્યું હતું. ઈંડા એક અરબથી પણ વધારે વર્ષ પહેલા વિકસિત થયા હતા, જ્યારે મરઘીઓ લગભગ 10,000 વર્ષથી ધરતી પર હાજર છે.
ADVERTISEMENT
વૈજ્ઞાનિકો અનુસાર, એમ્નિઓટિક ઈંડા કશેરૂકા જીવોના વિકાસમાં એક મોટું પગલું હતા. આ ઈંડાએ જીવોને પાણીથી દૂર જઈને સૂકી જમીન પર પ્રજનનની સુવિધા આપી હતી. પહેલા જાનવરોને ઈંડા આપવા માટે જળાશયો પર આધાર રાખવો પડતો હતો, પરંતુ કઠોર ખાલ વાળા ઇન્ડાએ તેમણે આઝાદી આપી.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જેમાં વૈજ્ઞાનિકોની એક ટીમે 51 પ્રાચીન જીવોના જીવાશ્મ અને આજે પણ 29 જીવતા રહેવા વાળી પ્રજાતિઓને પસંદ કરી. તેમણે આ જીવોના સમૂહમાં વહેંચી દીધા. પહેલો સમૂહ ઓવીપેરસ હતો. જો આવા જીવ હોય છે તો કઠોર કે નરમ ખાલ વાળા ઈંડા આપે છે. ત્યારે બીજો સમુહ વિવિપેરસ હતો, જે જીવંત બાળકો પેદા કરે છે.
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે મરઘીના જૂના સરીસૃપ જેવા પૂર્વજ જીવિત બાળકોને જન્મ આપતા (વિવિપેરસ) હતા. એટલે કે તેમના પૂર્વજ સીધા ઈંડા આપતા નહતા, પરંતુ બાળકોને સીધા જન્મ આપતા હતા. આ શોધ આપણે મરઘીના વિકાસ અને તેમના ઈંડા આપવાની પ્રક્રિયાને સમજવામાં મદદ કરે છે.
વધુ વાંચો: ITR ફાઈલ કરતા પહેલા આ વસ્તુ ચેક કરી લેજો! ભૂલ કરી તો નહીં મળે ટેક્સ રિફંડ
વૈજ્ઞાનિકોના મતે, પૃથ્વી પર પહેલા ઈંડું આવ્યું, પણ મરઘીનું ઈંડું નહીં. મરઘીના ઇંડા બનાવવા માટે OC-17 નામનું ચોક્કસ પ્રોટીન જરૂરી છે, જે ફક્ત મરઘીના અંડાશયમાં જ ઉત્પન્ન થાય છે. એટલા માટે વૈજ્ઞાનિકો માને છે કે પહેલા મરઘી આવી, પછી મરઘીનું ઈંડું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel Iran Conflict / VIDEO: ઈરાનમાં વોટર રિએક્ટર પર ઈઝરાયલનો જોરદાર હુમલો, જંગના ખૌફનાક દ્રશ્યો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.