બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:39 PM, 19 June 2025
Iran Israel War: ઈરાને ઈઝરાયલની હોસ્પિટલ પર હુમલો કર્યો, જેના પછી યુદ્ધ વધુ ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. ઈઝરાયલે ખામેનીને ખુલ્લી ધમકી આપી છે.
ADVERTISEMENT
ઈરાને ઈઝરાયલની સોરોકા હોસ્પિટલ પર મિસાઈલથી હુમલો કર્યો. આ હુમલામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે ઈઝરાયલે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનીને ખુલ્લી ધમકી આપી છે. તેણે આ હુમલાને વોર ક્રાઇમ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ માટે ખામનેઇ સંપૂર્ણપણે જવાબદાર છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કોટ્ઝે આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
સંરક્ષણ પ્રધાન કોટ્ઝે કહ્યું, "કાયર ઈરાની તાનાશાહ બંકરમાં છુપાયેલો છે અને તેણે આપણી હોસ્પિટલો અને રહેણાંક સ્થળોને નિશાન બનાવ્યા છે. આ સૌથી ખરાબ પ્રકારનો યુદ્ધ અપરાધ છે. ખામેનીને આની સજા ભોગવવી પડશે. તેઓ આ ગુના માટે સંપૂર્ણપણે જવાબદાર છે." કાત્ઝ કહે છે કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇઝરાયલ સંરક્ષણ દળને તેહરાનમાં હુમલાને વધુ તીવ્ર બનાવવા સૂચના આપી છે.
નેતન્યાહૂએ ઈરાનને પણ ચેતવણી આપી હતી
ADVERTISEMENT
ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ખામેનીને ચેતવણી આપી હતી. ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ હુમલા બાદ તેમણે યોગ્ય જવાબ આપ્યો હતો. નેતન્યાહૂએ X પર લખ્યું હતું કે, ઈરાનના આતંકવાદી તાનાશાહ (ખામેનીએ) ના સૈનિકોએ સરોકા હોસ્પિટલ અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. હવે ઈરાને આની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે.
ADVERTISEMENT
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ દરમિયાન 110 વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા
જમ્મુ અને કાશ્મીરના 90 વિદ્યાર્થીઓ સહિત 110 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનથી સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. સુરક્ષિત રીતે પોતાના દેશમાં પરત ફર્યા બાદ તે બધાએ ભારત સરકાર, ઈરાન અને આર્મેનિયામાં ભારતીય દૂતાવાસોનો 'આભાર' માન્યો. 110 ભારતીય નાગરિકોને લઈને પહેલી ફ્લાઇટ ઈરાનથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી. 'ઓપરેશન સિંધુ' હેઠળ નવી દિલ્હી પહોંચ્યું. તમામ ભારતીય નાગરિકોને ઇન્ડિગો ફ્લાઇટ '6E 9487' દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ NRI / અમેરિકાથી મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝા પર લેવાયો મહત્વનો નિર્ણય, પણ સાથે વધાર્યું ટેન્શન!
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધનસિંહે એરપોર્ટ પર ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું. ઈરાનની ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને ફ્લાઇટ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-3 પર ઉતરી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.