બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO: ધરતી પર આવ્યા એલિયન્સ! આકાશમાં દેખાયો દુર્લભ નજારો, જુઓ વીડિયો

ગજબ / VIDEO: ધરતી પર આવ્યા એલિયન્સ! આકાશમાં દેખાયો દુર્લભ નજારો, જુઓ વીડિયો

Last Updated: 10:05 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના વાનકુવરમાં આકાશમાં કેટલીક વિચિત્ર લાઇટ્સ જોવા મળી છે. જો કે આ જોનારા લોકો કહી રહ્યા છે કે તે લાઈટો એલિયન્સની હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

દેશ અને દૂનિયામાં દરરોજ અનેક અજીબો ગરીબ ઘટનાઓ બને છે. આવી કેટલીક ઘટનાઓના વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. જેમાં કેટલીક ઘટના લોકોને ચોંકાવી અને ડરાવી દેતી હોય છે. હાલમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. એલિયન્સ વિશેનો આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેનેડાના વાનકુવરમાં આકાશમાં કેટલીક વિચિત્ર લાઇટ્સ જોવા મળી છે અને જોનારા લોકો કહી રહ્યા છે કે તે લાઈટો એલિયન્સની હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમે સોશિયલ મીડિયા પર ઘણીવાર આવા વીડિયો જોયા હશે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પૃથ્વી પર એલિયન્સ જોવા મળ્યા છે. કે પછી આકાશમાં તેમની હાજરીના પુરાવા મળ્યા છે? ઘણી વખત આવા વાયરલ વીડિયો તમારા સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હશે. તમે ઘણી વાર ન્યૂઝ ચેનલો પર આવા સમાચાર સાંભળ્યા હશે. ત્યારે હવે કેનેડાના વાનકુવર શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશમાં કંઈક વિચિત્ર પ્રકાશ દેખાય છે. જે ગતિશીલ દેખાય છે. થોડા સમય પછી પ્રકાશ વિમાનની જેમ પસાર થતો દેખાય છે. જાણે કોઈ વિચિત્ર પ્રકારનું વિમાન હવામાં ઉડી રહ્યું હોય. આ વીડિયો જોયા લોકો ચોંકી ગયા હતા.

શું આકાશમાં એલિયન્સ દેખાયા હતા?

આ દ્રશ્ય જોનારા લોકો કહી રહ્યા છે કે તે કોઈ સામાન્ય પ્રકાશ નહોતો પણ એક UFO હતો. વીડિયોમાં લોકોના અવાજ પણ સંભળાય છે. જેમાં કોઈ વ્યક્તિ કહે છે, આ શું છે? પછી કોઈએ પૂછ્યું, શું આ UFO છે? આકાશમાં આ વિચિત્ર પ્રકાશ જોઈને ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો : VIDEO : પૃથ્વીથી લાખો માઈલ દૂરના આ ગ્રહ પર દેખાયાં એલિયન, ભારતીય વૈજ્ઞાનિકે શોધ્યાં જીવનના સંકેત

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @dom_lucre નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, એ વિચિત્ર છે કે એલિયન્સ ફક્ત અમેરિકા અને કેનેડામાં જ જોવા મળે છે. બાકીની દુનિયા ફક્ત આના પર જ જીવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aliensvideo ViralVideo Vancouver
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ