બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:54 PM, 15 April 2025
અત્યારે સોશિયલ મીડિયા પર રૂવાંટા ઊભા કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહ સાથે ફોટો પડાવવા ગયેલા વ્યક્તિનો જીવ જોખમમાં આવી ગયો. હકીકતમાં, તે વ્યક્તિ સિંહ સાથે પોતાનો ફોટો પડાવી રહ્યો હતો ત્યારે સિંહે તેનું ગળું પકડી લીધું. વીડિયોમાં વ્યક્તિ એક પાલતુ સિંહ સાથે પોઝ આપતા જોઈ શકાય છે. પરંતુ બીજી જ ક્ષણે તે સિંહે તેનું ગળું પકડી લીધું. આ વાયરલ વીડિયો લોકોને શીખ મળે છે કે જંગલી પ્રાણીઓ સાથે સેલ્ફી લેવી કે તેમની નજીક જવું કેટલું જોખમી હોઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @zarnab.lashaari પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - જ્યારે તમે સિંહ સાથે પોઝ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોવ અને સિંહ તમારું ગળું પકડી લે ત્યારે શું થાય છે? આ કાળજું કંપાવતો વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
વધુ વાંચો: મૃત્યુ બાદ આત્મા શરૂ કરે છે સાત લોકની યાત્રા, ફિલોસોફરે જણાવી કેવી હોય છે સફર
સિંહે વ્યક્તિ પર કર્યો હુમલો
વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાલતુ સિંહ સીડી પર બેઠેલો છે. આ દરમિયાન એક વ્યક્તિ સિંહની નજીક આવે છે અને તેની સાથે ફોટા પાડવાનું શરૂ કરે છે. તેને ખબર નહોતી કે બીજી જ ક્ષણે તેની સાથે શું થશે. જેવો તે સિંહ સાથે ફોટો પાડવા માટે તેની નજીક જાય છે, સિંહ તેનું ગળું પકડી લે છે અને તેના તીક્ષ્ણ દાંતથી તેનું ગળું વીંધી નાખે છે. તે વ્યક્તિના ગળામાંથી ઘણું લોહી વહેતું પણ જોઈ શકાય છે. એ તો સદનસીબે હતું કે સિંહનો કેરટેકર ત્યાં હાજર હતો અને તેને હુમલો કરતાની સાથે જ સિંહના મોઢા પર લાફો મારીને તેને ભગાડી દીધો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.