બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 21 June 2025
Space news: આજે 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આજે ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય 24 કલાક સુધી દેખાશે. બીજી તરફ દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય ઉગશે નહીં. આ ખગોળીય ઘટનાને લગતો એક રસપ્રદ વિડિઓ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા શેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Longest Day on north Hemisphere: આજે 21 જૂન પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આજે અહીં સૂર્ય સૌથી વધુ ચમક્યો. તેનાથી વિપરીત આજે દક્ષિણ ગોળાર્ધ પર વર્ષનો સૌથી ટૂંકો દિવસ પણ છે. આપણી પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી છે. જેના કારણે દર ત્રણ મહિને આપણી પૃથ્વી, જે સૂર્યની આસપાસ ફરે છે, વિવિધ ખગોળીય ઘટનાઓમાંથી પસાર થાય છે. યુરોપિયન સ્પેસ એજન્સી એટલે કે ESA દ્વારા આજના દિવસને વધુ ખાસ બનાવવામાં આવ્યો હતો. આ ખગોળીય ઘટના ESA દ્વારા અવકાશમાંથી કેદ કરવામાં આવી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડિઓ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
Happy summer solstice! 🌞
— European Space Agency (@esa) June 21, 2025
This year's solstice happened at exactly 04:42 AM CEST, the moment the Sun reached its northernmost point in the sky.
Seen from space, Earth puts on quite the show. These views capture a full year of shifting light and shadow, from one June solstice to… pic.twitter.com/QFMddBL6Fy
ADVERTISEMENT
આ વિડીયો આફ્રિકન ખંડ દર્શાવેલ છે. પૃથ્વીના એક ભાગમાં અંધારુ અને બીજો ભાગમાં પ્રકાશ છે. જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ પ્રકાશના સ્થળો અને અંધારામાં આવતા સ્થળોએ ગતિશીલતા જોવા મળે છે. તે જોવામાં ખૂબ જ અદ્ભુત લાગતું હતું. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ESA એ અવકાશમાંથી દૃશ્ય બતાવ્યું
ESA એ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર વિડીયો સાથે કેપ્શનમાં લખ્યું, 'ગ્રીષ્મ સંક્રાતિની શુભકામના! આ વર્ષની સંક્રાંતિ બરાબર સવારે 04:42 CEST વાગ્યે થયો. આ ક્ષણ દરમિયાન સૂર્ય આકાશમાં તેના ઉત્તરીય બિંદુ પર પહોંચ્યો. અવકાશમાંથી જોવામાં આવે ત્યારે પૃથ્વી એકદમ અલગ દેખાય છે. આ દૃશ્ય એક જૂનના અયનકાળથી બીજા જૂનના અયનકાળ સુધી સમગ્ર વર્ષ દરમિયાન બદલાતા પ્રકાશ અને પડછાયાને દર્શાવે છે. વધુમાં એવું કહેવામાં આવ્યું હતું કે આપણી પૃથ્વીની ભ્રમણકક્ષામાં આ બિંદુએ દિવસ-રાત્રિ રેખા (જેને ટર્મિનેટર તરીકે ઓળખવામાં આવે છે) તેના સૌથી નાટકીય ખૂણા પર નમેલી હોય છે. ઉત્તરીય ગોળાર્ધમાં, તે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં, તે સૌથી ટૂંકો દિવસ હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટ્રમ્પના સુર બદલાયા / શું કોઇ કૂટનીતિ રમી રહ્યા છે ટ્રમ્પ ? આ મામલે બોલ્યા 'ઇઝરાયલથી શક્ય નથી'
ઉત્તરી અને દક્ષિણ ગોળાર્ધમાં 21 જૂને શું થાય છે?
ADVERTISEMENT
આ દિવસે આર્કટિક સર્કલમાં 24 કલાક સૂર્ય ચમકતો રહે છે. આ ખગોળીય ઘટનાને મધ્યરાત્રિનો સૂર્ય પણ કહેવામાં આવે છે. એટલે કે લોકો રાત્રે પણ સૂર્યને જોઈ શકે છે. તેનાથી વિપરીત 21 જૂને એન્ટાર્કટિક સર્કલમાં એટલે કે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં, સૂર્ય 24 કલાક સુધી સંપૂર્ણપણે છુપાયેલ રહે છે. અહીં 'પોલર નાઇટ'નો અનુભવ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, અહીં સૂર્ય ઉગતો નથી. દિવસ હોય કે રાત, ફક્ત અંધકાર જ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.