બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Technology / Video ચીનમાં માણસ અને રોબોટ વચ્ચે રેસ, 21 કિલોમીટર લાંબી આ રેસમાં કોણ જીત્યું?
Last Updated: 11:32 PM, 19 April 2025
ટેકનોલોજીની દોડમાં ચીન દુનિયાથી કેટલું આગળ છે તેની એક અદ્ભુત ઝલક બીજિંગમાં જોવા મળી. શનિવારે, બીજિંગમાં વિશ્વની પ્રથમ હ્યુમનોઇડ રોબોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોબોટ્સે માણસો સાથે 21 કિલોમીટરની દોડ લગાવી હતી. આ ઐતિહાસિક રેસ બીજિંગના ઇકોનોમિક-ટેકનોલોજીકલ ઝોનમાં યોજાઈ હતી. જ્યાં રોબોટ્સે ઢોળાવ અને વળાંકોવાળા ટ્રેક પર દોડીને AI અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કેટલું આગળ છે તે દર્શાવ્યું હતું.
ADVERTISEMENT
ચીનની મેરેથોનમાં રોબોટ દોડ્યાં
ચીનમાં અગાઉ કેટલીક મેરેથોનમાં રોબોટ્સ જોવા મળ્યા હોવા છતાં, આ પહેલી વાર હતું જ્યારે તેમને સત્તાવાર રીતે માણસો સાથે દોડવાની મંજૂરી આપવામાં આવી હતી. ટેક હેન્ડલર્સ સાથે રોબોટ્સે ફોર્મ્યુલા 1-શૈલીના બેટરી પિટ સ્ટોપનું પ્રદર્શન કર્યું. દોડમાં, ફક્ત ગતિ માટે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ સહનશક્તિ, શ્રેષ્ઠ ગેટ ડિઝાઇન અને સૌથી નવીન સ્વરૂપ જેવી શ્રેણીઓમાં પણ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં કેટલાક રોબોટ્સમાં ટેકનિકલ ખામીઓ અને શરૂઆતમાં પડી જવા જેવા પડકારો પણ જોવા મળ્યા હતા. તેમ છતા પણ આ ખુબ જ ફોરવર્ડ પગલું છે.
ADVERTISEMENT
કોણ જીત્યું: માણસો કે રોબોટ્સ?
ટિયાંગોંગ અલ્ટ્રા નામનો રોબોટ 2 કલાક 40 મિનિટમાં જીતવામાં સફળ રહ્યો, જ્યારે માનવ જાતિમાં, ઇથોપિયાના એલિયાસ ડેસ્ટાએ માત્ર 1 કલાક 2 મિનિટમાં રેસ પૂર્ણ કરી. નિષ્ણાતોએ આ દોડને મુખ્ય અલ્ગોરિધમ, બેટરી જીવન અને સ્થિરતાના પરીક્ષણ તરીકે વર્ણવી. ચીન માને છે કે, આ ઉદ્યોગ વિકાસનો અંતિમ બિંદુ નથી પરંતુ શરૂઆત છે. શિન્હુઆ ન્યૂઝ અનુસાર, ચીનનું હ્યુમનોઇડ રોબોટ માર્કેટ 2030 સુધીમાં 8.7 લાખ કરોડ રૂપિયા (USD 119 બિલિયન) સુધી પહોંચી શકે છે.
શું ચીન AI અને રોબોટિક્સનો 'રાજા' બની રહ્યું છે?
ચીનની આ રોબોટ રેસ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ દેશના મોટા મિશનનો એક ભાગ છે. જેમાં તે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વિશ્વ નેતા બનવા માંગે છે. હાઇ-ટેક મશીનોને લોકો સમક્ષ લાવીને, ચીન ટેકનોલોજીના ભવિષ્ય વિશે ઉત્સાહ અને ચર્ચા પેદા કરવા માંગે છે. જોકે, બધા નિષ્ણાતો આ સાથે સંપૂર્ણપણે સહમત નથી.
અમેરિકા આ ઘટનાની પણ ટિકા કરી
ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ અને રોબોટિક્સ પ્રોફેસર એલન ફિયરન માને છે કે આ ઘટના AI સફળતાઓ કરતાં હાર્ડવેરની સહનશીલતા શક્તિ વિશે વધુ છે. હાફ-મેરેથોન મૂળભૂત રીતે હાર્ડવેર સહનશક્તિનું પ્રદર્શન છે. ચીની કંપનીઓ ચાલવા, દોડવા, નૃત્ય કરવા જેવી વસ્તુઓ બતાવવામાં વ્યસ્ત છે, જે રસપ્રદ છે પણ બુદ્ધિમત્તાની ઊંડાઈને પ્રતિબિંબિત કરતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.