બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું, પણ મને શ્રેય નહીં મળે...' ભારત-પાક યુદ્ધવિરામ પર ડોનાલ્ડ ટ્રમ્પ

નિવેદન / 'મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું, પણ મને શ્રેય નહીં મળે...' ભારત-પાક યુદ્ધવિરામ પર ડોનાલ્ડ ટ્રમ્પ

Last Updated: 08:19 PM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Pakistan Ceasefire: ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિને રોકવામાં અમેરિકાને મોટી કૂટનીતિક સફળતા મળી, પરંતુ તેમણે આનું યોગ્ય ક્રેડિટ ન આપવામાં આવ્યું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સિઝફાયરમાં તેમના પ્રશાસનની મહત્વની ભૂમિકા રહી. ટ્રમ્પે શનિવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિને રોકવામાં અમેરિકાને મોટી કૂટનીતિક સફળતા મળી, પરંતુ તેમણે આનું યોગ્ય ક્રેડિટ ન આપવામાં આવ્યું.

DONALD-TRUMP

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊંડો નફરત છે. બંને વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે આગળનું પગલું કદાચ પરમાણુ હુમલો હતો.

ટ્રમ્પ બોલ્યા- જ્યારે મે ભારત અને પાકિસ્તાન સાથે વાત કરી તો બંને એક-બીજા પર 'ટીટ ફોર ટેટ' એટલે બદલાની કાર્યવાહી હેઠળ હુમલા કરી રહ્યા હતા. બંને ખૂબ ગુસ્સામાં હતા. આ નાના દેશ નથી, બંને પરમાણુ સંપન્ન દેશ છે.

તેમણે કહ્યું,  'આગલી વખતે કદાચ N શબ્દનો ઉપયોગ થવાનો હતો.' અને તમે જાણો છો કે N શબ્દનો અર્થ શું થાય છે? પરમાણુ(Nuclear)  '.

Vtv App Promotion 1

ટ્રમ્પ નો યુટર્ન: ભારત-પાક. મધ્યસ્થ નહીં, માત્ર શાંતિમાં મદદનો દાવો, પહેલા પોતે ક્રેડિટ લીધું

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિઝફાયર લાવવાનો લગભગ ત્રણથી ચાર વખત દાવો કર્યો હતો. જોકે, શુક્રવારે ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિઝફાયર અંગેના પોતાના અગાઉના નિવેદનથી પાછળ હટી ગયા. ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે તેમણે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી નથી પરંતુ ફક્ત શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી છે. અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પ સિઝફાયરનું ક્રેડિટ પોતાને આપી રહ્યા હતા.

વધુ વાંચો: Video: પાકિસ્તાનના વડાપ્રધાને સ્વીકાર્યું, ભારતે નષ્ટ કર્યું નૂર ખાન એરબેઝ, કહ્યું - 'અડધી રાતે અસીમ

ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ભારતનું શું વલણ રહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે વેપારને હથિયાર બનાવીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કારવ્યો. ભારતના વિદેશ મંત્રાલયે  દાવાને નકારતા કહ્યું, 'અમેરિકાથી સૈન્ય સ્થિતિ પર વાત થઈ, વેપારનો મુદ્દો ચર્ચામાં ક્યારેય નથી ઉઠ્યો.' 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan Donald Trump World News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ