બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનને ટ્રમ્પને આપ્યો જોરદાર ઝટકો! હવે ભારતને થઈ શકે મોટો ફાયદો

વિશ્વ / ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનને ટ્રમ્પને આપ્યો જોરદાર ઝટકો! હવે ભારતને થઈ શકે મોટો ફાયદો

Last Updated: 01:06 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US China Tariff War : અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગે આ વિમાનો ચીની એરલાઇન્સ માટે બનાવ્યા હતા, પરંતુ ટેરિફ યુદ્ધને કારણે ચીન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધ્યો અને આ મામલો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો

US China Tariff War : અમેરિકા-ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધથી ભારતને ફાયદો થઈ શકે છે. ચીને બોઇંગ કંપનીના વિમાનને નકારી કાઢ્યું છે. હવે ભારત તેને ખરીદવામાં રસ દાખવી શકે છે. એક અહેવાલ મુજબ એર ઇન્ડિયા લિમિટેડ બોઇંગ કંપની પાસેથી વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે. ટાટા ગ્રુપની માલિકીની આ એરલાઇનને નવા વિમાનની તાત્કાલિક જરૂર છે. તે બોઇંગ પાસેથી જેટ વિમાનો ખરીદવાની યોજના બનાવી રહી છે. જેથી તે જલ્દી સંપર્ક કરી શકે. અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગે આ વિમાનો ચીની એરલાઇન્સ માટે બનાવ્યા હતા. પરંતુ ટેરિફ યુદ્ધને કારણે ચીન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધ્યો છે. આ કારણે આ મામલો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

ભારત-મલેશિયા અમેરિકાને આંચકાથી બચાવી શકે

ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફ યુદ્ધ બંને માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ અમેરિકાએ 125 ટકા ટેરિફ લાદ્યો છે. આ કારણે ચીને એરલાઇન્સને બોઇંગ વિમાન લેવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. તે સમયે 10 બોઇંગ વિમાન ડિલિવરી માટે સંપૂર્ણપણે તૈયાર હતા. ચીને બોઇંગ વિમાનો લેવાનો ઇનકાર કર્યા પછી અમેરિકાને મોટો ફટકો પડી શકે છે. પરંતુ ભારત અને મલેશિયાને કારણે આમાં ઘટાડો થઈ શકે છે. ભારતની સાથે મલેશિયા પણ બોઇંગ વિમાન ખરીદવામાં રસ દાખવી શકે છે.

એર ઇન્ડિયા 40 વાઇડ બોડી એરક્રાફ્ટનો ઓર્ડર આપી શકે

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એર ઇન્ડિયા 30થી 40 વાઈડ બોડી એરક્રાફ્ટ ખરીદી શકે છે. આ બાબતે તે બોઇંગ અને એરબસ સાથે વાતચીત કરી રહી છે. આમાં એરબસ A350 અને બોઇંગ 777X મોડેલનો સમાવેશ થાય છે. જૂનમાં પેરિસ એર શો દ્વારા અંતિમ માળખું જાહેર થવાની શક્યતા છે.

વધુ વાંચો : બાબા વેંગાએ પહેલી ભવિષ્યવાણી ક્યારે કરી હતી? કઈ ઘટનાનો કર્યો હતો ઉલ્લેખ?, જાણો

હવે જાણો કેટલી છે બોઇંગ કંપનીના વિમાનની કિંમત ?

જો આપણે બોઇંગ કંપનીના વિમાનોની કિંમતો વિશે વાત કરીએ તો તે તેના કદ અને સુવિધાઓ પર આધાર રાખે છે. સામાન્ય રીતે એક બોઇંગ વિમાનની કિંમત 4000 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. જોકે શરૂઆતની કિંમતે વિમાન આના કરતા સસ્તા હશે. સ્ટેટિસ્ટાની વેબસાઇટ અનુસાર બોઇંગ 737 મેક્સની કિંમત 900 રૂપિયાથી 1100 કરોડ રૂપિયા સુધીની છે. આ એક પેસેન્જર વિમાન છે જેનો ઉપયોગ ટૂંકા અંતરની ફ્લાઇટ્સ માટે થઈ શકે છે. બોઇંગ 777 ની કિંમત 2500 કરોડ રૂપિયાથી 3500 કરોડ રૂપિયા સુધીની છે. આ એક મોટા કદનું વિમાન છે. તેમાં 300 થી 400 મુસાફરો બેસી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Boeing aircraft US China Tariff War boeing jet plane
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ