બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ભારતનો સૌથી મોટો દુશ્મન ઠાર, આતંકી સૈફુલ્લાહના રહસ્યમયી મોતથી લશ્કરનું 'નેપાળ મોડ્યૂલ' ધ્વસ્ત
Last Updated: 07:51 AM, 19 May 2025
Saifullah Khalid Killed in Pakistan: વર્ષ 2000ની શરૂઆતમાં તે નેપાળથી લશ્કર-એ-તૈયબા (LeT) ના આતંકવાદી કાર્યોનું સંચાલન કરતો હતો. તેમના ઘણા ઉપનામો હતા જેમ કે ગાઝી, વિનોદ કુમાર, મોહમ્મદ સલીમ અને રઝાઉલ્લાહ. મળતી માહિતી મુજબ અબુ સૈફુલ્લાહ ખાલિદ રવિવારે બપોરે માટલીમાં પોતાના ઘરેથી નીકળ્યો હતો. સિંધ પ્રાંતના બદનીમાં એક ક્રોસિંગ નજીક હુમલાખોરોએ તેમને ગોળી મારી દીધી હતી. લશ્કરના અબુ અનસનો નજીકનો સાથી ખાલિદ, નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત ખાલિદ 2005 માં બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પર થયેલા આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો.
ADVERTISEMENT
CRPF કેમ્પ પર હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડ
આ આતંકવાદી હુમલામાં IIT પ્રોફેસર મુનીશ ચંદ્ર પુરીનું મોત થયું હતું. આ ઘટનાને અંજામ આપ્યા પછી આતંકવાદીઓ ભાગી ગયા. કેસની તપાસ કર્યા પછી પોલીસે અબુ અનસ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. જે હજુ પણ ફરાર છે. સૈફુલ્લાહ ખાલિદ 2008માં ઉત્તર પ્રદેશના રામપુરમાં CRPF કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ હતો. આ આતંકવાદી હુમલામાં સાત સૈનિકો અને એક નાગરિકનું મોત થયું હતું. બે આતંકવાદીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને શું થઈ ગયું?, ગંભીર બીમારી અંગે કાર્યાલય દ્વારા સ્ટેટમેન્ટ જાહેર
ખાલિદ લશ્કરના નેપાળ મોડ્યુલનો હવાલો સંભાળતો
વર્ષ 2000માં સૈફુલ્લાહ ખાલિદ લશ્કરના નેપાળ મોડ્યુલનો હવાલો સંભાળતો હતો. તેણે ભારત-નેપાળ સરહદ પર લશ્કર-એ-તોઇબાના કાર્યકરોની હિલચાલને સરળ બનાવવા, કેડરની ભરતી કરવા, નાણાકીય-લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા અને સુવિધા આપવાનું કામ કર્યું. તે લશ્કરના લોન્ચિંગ કમાન્ડરો આઝમ ચીમા ઉર્ફે બાબાજી અને યાકુબ સાથે નજીકથી કામ કરી રહ્યો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા મોડ્યુલનો પર્દાફાશ થયા પછી તે નેપાળ છોડીને પાકિસ્તાન પાછો ફર્યો. ત્યાંથી કામ ચાલુ રાખ્યું.
લશ્કર અને જમાત-ઉદ-દાવા સાથે આતંકવાદ
તેણે લશ્કર અને જમાત-ઉદ-દાવાના અનેક નેતાઓ સાથે નજીકથી કામ કર્યું. જેમાં જમ્મુ અને કાશ્મીર માટે લશ્કર કમાન્ડર યુસુફ મુઝમ્મિલ, મુઝમ્મિલ ઇકબાલ હાશ્મી અને મુહમ્મદ યુસુફ તૈયબીનો સમાવેશ થાય છે. ખાલિદને પાકિસ્તાનમાં લશ્કર અને જમાત-ઉદ-દાવાના નેતૃત્વ દ્વારા સિંધના બદીન અને હૈદરાબાદ જિલ્લાના વિસ્તારોમાંથી નવા કાર્યકરોની ભરતી કરવાનું અને સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે સતત ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો.
આ પણ વાંચો: કોરોનાનો ફરી જોવા મળ્યો કહેર, આ દેશમાં ધડાધડ કેસ વધવા લાગતા ભારતનું વધાર્યું ટેન્શન
ખાલિદનું મૃત્યુ લશ્કર નેટવર્ક માટે મોટો ફટકો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોળી વાગ્યા બાદ ખાલિદને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિગત અદાવતને કારણે તેની હત્યા કરવામાં આવી હશે. પરંતુ તેના મૃત્યુને ભારત માટે એક મોટી સફળતા અને લશ્કર-એ-તૈયબા નેટવર્ક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તેમના મૃત્યુથી લશ્કરના આતંકવાદી નેટવર્કને નબળું પાડવામાં મદદ મળી છે. આતંકવાદ સામેની ભારતની લડાઈમાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 16 થી વધુ આતંકવાદીઓ ઠાર
છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ઓછામાં ઓછા 16 આતંકવાદીઓની હત્યા કરવામાં આવી છે. આમાંના મોટાભાગના આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા જે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તેમાં એક અગ્રણી નામ અબુ કતલ (ઝિયાઉર રહેમાન) હતું. તે લશ્કરનો મુખ્ય આતંકવાદી હતો. જમ્મુ અને કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો. આ વર્ષે માર્ચમાં પાકિસ્તાનના ઝેલમ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
શાહિદ લતીફ અને અદનાન અહેમદ
તે પહેલાં પઠાણકોટ એરબેઝ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદના વરિષ્ઠ કમાન્ડર શાહિદ લતીફની ઓક્ટોબર 2023 માં પાકિસ્તાનના સિયાલકોટમાં એક મસ્જિદમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેવી જ રીતે હાફિઝ સઈદના નજીકના સાથી અને લશ્કરના વરિષ્ઠ સભ્ય અદનાન અહેમદની પણ પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનની અંદર મોટી સંખ્યામાં આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. તેમાં ત્રણ મોટા આતંકવાદીઓ પણ સામેલ હતા.
આ પણ વાંચો: બલુચિસ્તાનથી લઈને LoC સુધી, આ રીતે પાકિસ્તાનની કમર ભાંગી નાખી
'ઓપરેશન સિંદૂર' દરમિયાન આ આતંકવાદીઓ ઠાર
લશ્કર-એ-તૈયબા
2.હાફિઝ મુહમ્મદ જમીલ
જૈશ-એ-મોહમ્મદ
3.મોહમ્મદ યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ જી
જૈશ-એ-મોહમ્મદ
4.ખાલિદ ઉર્ફે અબુ અકાશા
લશ્કર-એ-તૈયબા
5.મોહમ્મદ હસન ખાન
જૈશ-એ-મોહમ્મદ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel Iran Conflict / VIDEO: ઈરાનમાં વોટર રિએક્ટર પર ઈઝરાયલનો જોરદાર હુમલો, જંગના ખૌફનાક દ્રશ્યો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.