બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / '...તો ભૂખ્યાં મરી જઇશું', જળસંકટથી ઘેરાયેલું પાકિસ્તાન બોખલાયું, સંસદમાં ઉઠ્યો ‘સિંધુ જળ સમજૂતી’નો મુદ્દો
Last Updated: 10:12 AM, 24 May 2025
Indus Treaty Suspension: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને રોકવાની જાહેરાત કરી હતી. આનાથી પાકિસ્તાની નેતાઓ બઘવાઈ ગયા છે. પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટીના સાંસદ સૈયદ અલી ઝફરે આ નિર્ણય વિશે કહ્યું કે આ તો આપણા પર લટકતો વોટર બોમ્બ છે. જેને આપણે તાત્કાલિક નિષ્ક્રિય કરવો પડશે. તેમણે દાવો કર્યો કે ભારતના આ પગલાથી 10 માંથી એક પાકિસ્તાનીને નુકસાન થશે.
ADVERTISEMENT
શુક્રવારે પાકિસ્તાની સંસદમાં બોલતા, સાંસદ અલી ઝફરે ચેતવણી આપી કે જો આ જળ સંકટનો જલ્દી ઉકેલ નહીં આવે તો ભૂખમરો ફેલાઈ શકે છે અને મોટા પાયે મૃત્યુ થઈ શકે છે. ઝફરે કહ્યું કે સિંધુ બેસિન આપણી જીવાદોરી છે, જો આપણે અત્યારે જળ સંકટનો ઉકેલ નહીં લાવીએ તો આપણે ભૂખથી મરી જઈશું.
ADVERTISEMENT
પાકિસ્તાની સાંસદે કહ્યું કે દેશની બહારથી આવતા ત્રણ-ચતુર્થાંશ પાણી આના પર આધારિત છે. 10 માંથી 9 લોકો પોતાના જીવન માટે સિંધુ નદીના પાણીના તટપ્રદેશ પર આધાર રાખે છે, પાકિસ્તાનનો 90% પાક અને તમામ મોટા પાવર પ્રોજેક્ટ્સ આ પાણી પર આધાર રાખે છે. તેમણે કહ્યું કે આ આપણા પર લટકતા પાણીના બોમ્બ જેવું છે અને આપણે તેને નિષ્ક્રિય કરવો પડશે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર સંકટ
માહિતી અનુસાર, પાકિસ્તાન સિંધુ નદી પ્રણાલીમાંથી મેળવેલા 93% પાણીનો ઉપયોગ ખેતી અને વીજળી ઉત્પાદન માટે કરે છે. તેની લગભગ 80% સિંચાઈવાળી જમીન આ પાણી પર આધારિત છે અને તેનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ આધારિત છે.
'લોહી અને પાણી એકસાથે ન વહી શકે'
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલું ભર્યું હતું, જેમાં આતંકવાદીઓએ 26 લોકોને મારી નાખ્યા હતા. આ હુમલા પછી, ભારતે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારનો આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ 'સ્થગિત' રાખવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે લોહી અને પાણી એકસાથે ન વહી શકે.
ઓપરેશન સિંદૂર પછી ભારતનો નવો મોરચો
ભારતને અંદાજો હતો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને પીડિત તરીકે દર્શાવવાનો પ્રયાસ કરશે. તેથી, ઓપરેશન સિંદૂર પછી, ભારતે 7 દેશોમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે જેથી વિશ્વને સમજાવી શકાય કે સિંધુ જળ સંધિનું સસ્પેન્શન ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત બાબત છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં હજારો નાગરિકો મરવા માટે મજબુર, કોરોનાની સારવાર માટે દવા નથી
ભારત સામે આજીજી કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે આ નિર્ણય પર ભારતને આ પુનર્વિચાર કરવાની માંગ કરી છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિઓ પર લગામ નહીં લાગે, ત્યાં સુધી જળ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel-Iran Conflict / Video: ઈરાની ન્યૂઝ ચેનલ હેક, હેકર્સે ચલાવ્યા વિરોધ પ્રદર્શનોના વીડિયો, થયા વાયરલ
Israel-Iran conflict / ઈઝરાયલ સાથેની જંગમાં ઈરાનમાં 630થી વધુ લોકો મોતને ભેટ્યાં, તો 1000થી વધુ લોકો ઘાયલ
Israel-Iran conflict / આખરે ઈરાન વિરૂદ્ધ જંગમાં કેમ ઝંપલાવવા જઇ રહ્યું છે અમેરિકા? કારણ ચોંકાવનારું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.