બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:32 AM, 18 May 2025
India-Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સુધી બધા ખોટા દાવા કરી રહ્યા છે. જોકે, ભારતે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના ડીજીએમઓએ જ પહેલા ફોન કરીને યુદ્ધવિરામની વાત કહી હતી. અમે પાકિસ્તાનની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો. જયારે હવે આ અંગે પાકિસ્તાની પત્રકાર મોઈદ પીરઝાદાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
Finally a Pakistani voice speaking the plain truth- "Another 48 hours & the Pakistan Air Force would have been crippled"- @MoeedNj on Operation Sindoor & why Pakistan had to implore for a ceasefire. Breaking @themojostory pic.twitter.com/hK9ssdPGyB
— barkha dutt (@BDUTT) May 17, 2025
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર મોઈદ પીરઝાદાએ જણાવ્યું કે આ યુદ્ધવિરામ અંગે ભારતમાં લોકોમાં ઘણો ગુસ્સો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં ડોનાલ્ડ ટ્રમ્પને લઈને લોકો વધુ ગુસ્સે છે કે જો અમને રોકવામાં ન આવ્યા હોત અને અમે 2-3 દિવસ સુધી સ્ટ્રાઈક કરી હોત, તો પાકિસ્તાનનું મગજ ઠેકાણે આવી ગયું હોત.
ADVERTISEMENT
'ભારતની પ્રતિષ્ઠા ખરડાઈ છે'
એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતી વખતે, તેમણે ભારતીય સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીને ટાંકીને કહ્યું કે તેમનું માનવું છે કે કાં તો પીએમ મોદીએ આ યુદ્ધ શરૂ ન કરવું જોઈતું હતું અથવા તેમણે તેનો સામનો અલગ રીતે કરવો જોઈતો હતો અને જ્યારે યુદ્ધ શરૂ થયું, ત્યારે તેમણે તેને પોતાના સમય અનુસાર ખતમ કરવું જોઈતું હતું.
ADVERTISEMENT
'પાકિસ્તાન માટે એક મોટું સંકટ ઊભું થયું હોત'
ADVERTISEMENT
મોઈદ પીરઝાદાએ કહ્યું કે હું પોતે પણ જોઈ રહ્યો છું કે જે પ્રકારની એર સ્ટ્રાઈક ભારતે પાકિસ્તાનના એરબેઝ પર કરી છે, જો તેઓ વધુ 48 કલાક (6-8 કલાકની અંદર) સ્ટ્રાઈક કરતા રહ્યા હોત તો પાકિસ્તાનને મોટું નુકસાન થયું હોત. જો ભારતની બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરીને બોમ્બમારો થયો હોત, તો પાકિસ્તાન માટે એક મોટું સંકટ ઉભું થઈ ગયું હોત.
આ પણ વાંચો: ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક યથાવત, 24 કલાકમાં જ 150ના મોત, આખરે હમાસ વાતચીત માટે તૈયાર
ADVERTISEMENT
પાકિસ્તાની પત્રકારે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે અમને બચાવી લીધા. પાકિસ્તાનના નેતાઓએ સમજવું જોઈએ કે અમેરિકા આપણને વારંવાર બચાવવા નહીં આવે અને પરમાણુ ધમકી પણ હંમેશા કામ નહીં આવે. જોકે, આપણા નેતાઓ પણ હવે સમજી ગયા છે કે વાસ્તવિકતા શું છે અને હવે વાસ્તવિકતાને સમજવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.