બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'આમાં અમારું કોઈ કામ નથી, અમે વચ્ચે પડવાના નથી', ભારત-પાક. તણાવ વચ્ચે અમેરિકાનું નિવેદન

વિશ્વ / 'આમાં અમારું કોઈ કામ નથી, અમે વચ્ચે પડવાના નથી', ભારત-પાક. તણાવ વચ્ચે અમેરિકાનું નિવેદન

Last Updated: 07:12 AM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, દરમિયાન અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને વચ્ચે મધ્યસ્થી કરવાનો ઇનકાર કરી દીધો. ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની વાત કરી છે.

India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા જણાવ્યું છે. આ સાથે અમેરિકાએ પાકિસ્તાનની અપીલને પણ ફગાવી દીધી છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનો ઇનકાર કરી દીધો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ માહિતી આપી છે.

ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં અમેરિકાની મધ્યસ્થી અંગેના સવાલ પર, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે આ બાબત અમારા વિદેશ મંત્રી અને NSA માર્કો રુબિયો જોઈ રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે આ તણાવ શક્ય તેટલી વહેલી તકે ઓછો થાય. તેમણે કહ્યું છે કે તેઓ એ વાત જાણે છે કે આ બે દેશો (ભારત-પાકિસ્તાન) વચ્ચે દાયકાઓથી મતભેદો છે. જોકે, બંને દેશોના નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને આ સંઘર્ષનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારત પર હુમલો કરવાનો સતત પ્રયાસ

પાકિસ્તાન ભારત પર હુમલો કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. શુક્રવારે (9 મે, 2025) પાકિસ્તાને સિવિલ એરલાઇનના નામે ભારતના અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળોએ ડ્રોનથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આમાં નાગરિક અને લશ્કરી ઠેકાણાઓ માટે સંભવિત ખતરો પેદા કરનાર શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સામેલ હતા. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે ફરી એકવાર પાકિસ્તાનના મનસુબાઓ પર પાણી ફેરવી દીધું. અગાઉ 8 મેની રાત્રે પણ પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે તેના નાપાક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી, વિદેશ મંત્રી એસ જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વાત કરી. આ ઉપરાંત, તેમણે અન્ય ઘણા દેશોમાં તેમના સમકક્ષો સાથે પણ વાત કરી અને તેમને પાકિસ્તાની હુમલા વિશે માહિતી આપી.

Vtv App Promotion 2

જયશંકરે કરી માર્કો રુબિયો સાથે વાત

જયશંકરે તેમના અમેરિકી સમકક્ષ માર્કો રુબિયો, ઇટલીના નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તજાની અને યુરોપિયન યુનિયનના વિદેશ બાબતોના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલ્લાસ સાથે ટેલિફોનિક વાતચીત કરી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું કે રુબિયોએ બંને દેશો વચ્ચે તાત્કાલિક તણાવ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રૂબિયોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે યુએસનું સમર્થન વ્યક્ત કર્યું અને વાટાઘાટો માટે સતત પ્રયાસો કરવા અપીલ કરી.

આ પણ વાંચો: ભારતના ડ્રોન હુમલા કેમ રોકી શક્યું નહીં? પાક. રક્ષા મંત્રીએ સંસદમાં આપ્યો એવો જવાબ કે હસી-હસીને લોટપોટ થઈ જશો!

જેડી વાન્સે શું કહ્યું?

એક દિવસ અગાઉ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ સાથે અમારો મૂળભૂત રીતે કોઈ સંબંધ નથી, જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને દેશોને તણાવ ઓછો કરવા માટે કહી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે આ લોકોને તણાવ થોડો ઓછો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ, પરંતુ અમે યુદ્ધની વચ્ચે સામેલ થવાના નથી. આમાં મૂળ રીતે અમારું કોઈ કામ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Operation Sindoor India-Pakistan Tension
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ