બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પછી પહેલી વાર ટ્રમ્પ સાથે નેતન્યાહૂની મુલાકાત, આ મુદ્દાઓ પર વાતચીત

વિશ્વ / ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પછી પહેલી વાર ટ્રમ્પ સાથે નેતન્યાહૂની મુલાકાત, આ મુદ્દાઓ પર વાતચીત

Last Updated: 08:33 PM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World News: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ 7 જુલાઈ (સોમવાર) ના વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.

World News: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ 7 જુલાઈ (સોમવાર) ના વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ મુલાકાત દરમિયાન નેતન્યાહૂ વિદેશ પ્રધાન માર્કો રુબિયો, સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ, ટ્રમ્પના પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ અને વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિક સહિત અન્ય ટોચના અમેરિકી અધિકારીઓને પણ મળશે.

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ 7 જુલાઈ (સોમવાર) ના રોજ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગાઝામાં યુદ્ધવિરામ લાવવાના પ્રયાસો અને ઈરાન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતો માને છે કે આ બેઠક મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાના ટ્રમ્પના પ્રયાસોનો એક ભાગ છે.

trump-normal

સમાચાર એજન્સી અનુસાર સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS) ના વરિષ્ઠ સલાહકાર અને મધ્ય પૂર્વના ડિરેક્ટર મોના યાકુબિયનએ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં યુદ્ધવિરામને પ્રાથમિકતા આપી રહ્યા છે અને આ મુદ્દો બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં ટોચ પર રહેશે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ઘણા દિવસોથી આ દિશામાં સંકેતો આપી રહ્યા છે.

દરમિયાન હમાસે પણ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજના પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને કહ્યું છે કે તે વાટાઘાટો માટે તૈયાર છે. આ યોજના બંધકોને મુક્ત કરવા અને સંઘર્ષનો અંત લાવવા પર વાટાઘાટોનો પ્રસ્તાવ મૂકે છે.

Benjamin-Netanyahu

ઈરાન મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ નેતન્યાહૂ સાથે ઈરાન અંગે પણ ચર્ચા કરશે. મોના યાકુબિયનના જણાવ્યા અનુસાર ટ્રમ્પ અને નેતન્યાહૂ બંને ઈરાન પર સમાન વિચારો ધરાવે છે અને અગાઉ લશ્કરી કાર્યવાહી સાથે મળીને કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં બંને નેતાઓ ભવિષ્યની રણનીતિ પર એક સંયુક્ત વલણ અપનાવે તેવી શક્યતા છે.

vtv app add

આ નેતાઓને મળશે

આ મુલાકાતમાં નેતન્યાહૂ વિદેશ પ્રધાન માર્કો રુબિયો, સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ, ટ્રમ્પના પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ અને વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિક સહિત અન્ય ટોચના યુએસ અધિકારીઓને પણ મળશે.

આ પણ વાંચોઃ વિશ્વ / ચીનમાં સત્તા પરિવર્તનના એંધાણ! શી જિનપિંગ પછી રાષ્ટ્રપતિની રેસમાં આ પાંચ નામોની ચર્ચા

નેતન્યાહૂની મુલાકાત કેમ મહત્વપૂર્ણ ?

મોના યાકુબિયનએ કહ્યું કે નેતન્યાહૂની આ મુલાકાત માત્ર ઈરાનમાં કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની સફળતા જ નહીં, પણ ગાઝામાં સંભવિત યુદ્ધવિરામ તરફનું એક પગલું પણ માનવામાં આવશે. ટ્રમ્પ માટે આ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આનાથી તેઓ અમેરિકામાં પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરી શકશે અને સાથે જ પોતાને 'શાંતિ સ્તાપિત કરનાર નેતા' તરીકે રજૂ કરી શકશે. તેઓ લાંબા સમયથી મધ્ય પૂર્વમાં મોટા રાજદ્વારી કરારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વની નજર હવે આ બેઠક પર ટકેલી છે, જેમાં બંને નેતાઓ પ્રાદેશિક શાંતિ અને વ્યૂહાત્મક ભાગીદારી પર નવો માર્ગ નક્કી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel war news Israel Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ