બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:44 PM, 21 May 2025
આપણી આસપાસ તમામ પ્રકારના બેક્ટેરિયા છે. આમાંથી કેટલાક આપણા માટે સારા છે અને કેટલાક ખરાબ છે. ચીનના ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર વૈજ્ઞાનિકોને એક બેક્ટેરિયા મળ્યો છે, જે ખૂબ જ રહસ્યમય છે. આ શોધ અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય અંગે એક મોટો પ્રશ્ન ઉઠાવી રહી છે. આ બેક્ટેરિયા ક્યાંથી આવ્યા અને શું તે અવકાશમાં રહેતા લોકો માટે ખતરો બની શકે છે?
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, ચીનના ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર જોવા મળતા આ બેક્ટેરિયાની ખાસિયત એ છે કે તેને ટકી રહેવા માટે વધારે જરૂર પડતી નથી અને તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ટકી રહે છે. આ બેક્ટેરિયાનું નામ નોવોહર્બાસિલમ ટિયાંગોન્જેન્સિસ કહેવાય છે. શેનઝોઉ સ્પેસ બાયોટેકનોલોજી ગ્રુપ અને બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસક્રાફ્ટ સિસ્ટમ એન્જિનિયરિંગના વૈજ્ઞાનિકોના મતે આ બેક્ટેરિયા ટિયાંગોંગ સુધી કેવી રીતે પહોંચ્યો તે હજુ પણ રહસ્ય છે.
ADVERTISEMENT
આનાથી જ પ્રશ્ન થાય છે કે, બેક્ટેરિયા અવકાશમાં કેવી રીતે ખીલ્યા? શું તે પૃથ્વી પરથી બીજકણ તરીકે પ્રવાસ કર્યો હતો, કે પછી તે અવકાશ મથકના ખાસ વાતાવરણમાં ઉદ્ભવ્યો હતો? વૈજ્ઞાનિકો પાસે હજુ સુધી આનો જવાબ નથી. તાજેતરમાં એક માઇક્રોબાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ નવો બેક્ટેરિયા જિલેટીનને તોડી શકે છે અને તેમાંથી નાઇટ્રોજન અને કાર્બન કાઢી શકે છે. આ વિશેષતા તેને અનન્ય બનાવે છે. આ કારણે, આ બેક્ટેરિયા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની આસપાસ એક મજબૂત રક્ષણાત્મક કવચ બનાવે છે.
આ બેક્ટેરિયાની એક પ્રજાતિ પૃથ્વી પર પણ અસ્તિત્વ ધરાવે છે, જે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં સેપ્સિસ જેવો ખતરનાક રોગ ફેલાવી શકે છે. પૃથ્વી પર હાજર આ પ્રજાતિના બેક્ટેરિયા અન્ય વસ્તુઓ ખાઈને જીવિત રહે છે, પરંતુ અવકાશમાં આ બેક્ટેરિયા ફક્ત જિલેટીન પર આધારિત છે. ત્યારે હવે વૈજ્ઞાનિકો ચિંતિત છે કે તે અવકાશયાત્રીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
વધુ વાંચો : નાસાના વૈજ્ઞાનિકોને મોટી સફળતા, પૃથ્વીથી અબજો કિમી દૂર મળ્યા જીવનના પુરાવા!
ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓ નિયમિતપણે સપાટીઓને સેનિટાઇઝ કરે છે અને બેક્ટેરિયા પર નજીકથી નજર રાખે છે. હવાને શુદ્ધ કરવા માટે સ્ટેશનમાં ખાસ ફિલ્ટર સિસ્ટમ્સ પણ સ્થાપિત કરવામાં આવી છે, છતાં પૃથ્વીની જેમ, અવકાશમાં પણ બેક્ટેરિયાથી થતા રોગોને સંપૂર્ણપણે અટકાવવા મુશ્કેલ છે. હવે N. tiangongensis બેક્ટેરિયા વિશે પ્રશ્ન એ છે કે શું તે નવી સમસ્યાઓ ઊભી કરશે કે તે માત્ર એક અનોખી વૈજ્ઞાનિક શોધ છે. આ દરેક વસ્તુ હવે આગળના સમયમાં સ્પષ્ટ થશે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.